મહેસાણા/ બળજબરીથી ભગાડી જઈ યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાએ ગટગટાવ્યું એસિડ

જોટાણા પાસે  સૈયદ અબ્દુલ કૈયુમ નામના યુવાન સગીરાને બળજબરીથી ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પીડિતાએ કંટાળીને એસિડ ગટગટાવ્યુ હતું.

Top Stories Gujarat Others
દુષ્કર્મ
  • મહેસાણા: જોટાણા પાસે સગીરા સાથે દુષ્કર્મ
  • સૈયદ અબ્દુલ કૈયુમ નામના યુવાન સામે ફરિયાદ
  • સગીરાને બળજબરીથી ભગાડી ગયો હતો
  • દુષ્કર્મ પીડિત સગીરાએ કંટાળી એસિડ ગટગટાવ્યું

એક તરફ મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યારે દુષ્કર્મની ઘટનાઓ સૌકોઇનું હૃદય કંપાવી દે છે. રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના વધી રહી છે એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહી છે હત્યા લુંટ અને દુષ્કર્મની ઘટનાઓમાં અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે આવમાં વધુ એક દુષ્કર્મની ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, જોટાણા પાસે  સૈયદ અબ્દુલ કૈયુમ નામના યુવાન સગીરાને બળજબરીથી ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પીડિતાએ કંટાળીને એસિડ ગટગટાવ્યુ હતું. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.

આ અંગે સાંથલ  પોલીસ સ્ટેશન માં ફરિયાદરિયાદ પણ કરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીને શોધવો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા ખેડા તાલુકામાં રહેતા છ વર્ષના બાળક ઉપર દુષ્કૃત્ય આચરવાની ઘટના સામે આવી હતી છ વર્ષના બાળકને એક રૂમમાં લઈ જઈને તેની ઉપર એક સગીર અને અન્ય એક વ્યક્તિ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.આ સમગ્ર મામલે હાલમાં કપડવંજ વિભાગના ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છ વર્ષના માસુમ ઉપર થયેલ દુષ્કૃત્યને લઈને હાલમાં સૌ કોઈ આઘાતમાં છે.

આ પણ વાંચો:પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર ડ્રગ્સ માફિયા ઝડપાયો

આ પણ વાંચો:મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત

આ પણ વાંચો:સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

આ પણ વાંચો:શક્તિપીઠમાં હાર્ટ એટેકથી માઈ ભક્તનું મોત