Surat/ સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

કતારગામમાં રહેતા રોમાબેન છેલ્લા 7 વર્ષથી ચોકલેટની ગણપતિ પ્રતિમાની સ્થાપના કરે છે. ત્યારે આ વર્ષે પણ રોમાબેન પટેલે ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપના કરી અને વિસર્જન કર્યું છે.

Gujarat Surat
Mantavyanews 26 4 સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

@દિવ્યેશ પરમાર 

Surat News: આજે ગણપતિ વિસર્જન છે. ભક્તોએ 10 દિવસ બાપ્પાની પૂજા અર્ચના કરી આજે ભારે હેયે વિદાય આપી છે ત્યારે સુરતમાં 30 કિલો ચોકલેટનાં ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી હતી.જેનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. 90 લિટર દૂઘમાં 30 કિલો ચોકલેટનાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું.

કતારગામમાં રહેતા રોમાબેન છેલ્લા 7 વર્ષથી ચોકલેટની ગણપતિ પ્રતિમાની સ્થાપના કરે છે. ત્યારે આ વર્ષે પણ રોમાબેન પટેલે ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપના કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો ગણેશજી પર રેડીને વિસર્જન કર્યું છે. શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો હતો. ચોકલેટનાં બાપ્પાને 90 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમ અને ગરીબ બાળકોને આપવામાં આવે છે.

Untitled 42 2 સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઈ જાય છે. શ્રીજીની મૂર્તિ દૂધમાં વિસર્જન કર્યા બાદ ચોકલેટ મિલ્ક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોની સાથે સાથે ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચીએ છીએ.

Untitled 42 1 સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન

ગણપતિની પ્રતિમાને કોઇ એસી કે ફ્રિઝમાં રાખવામાં આવ્યા નથી. ગણપતિ બાપ્પાને પંખાની નીચે જ રાખ્યા હતા. તો પણ એમની પ્રતિમાને કોઇ નુકસાન પહોંચ્યું નથી. આખી પ્રતિમા એડીબલ છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યા હતા. ગણેશજીની પ્રતિમા બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણપતિની પ્રતિમા પાઘડી, મોદક, કાનની બુટ્ટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ