Not Set/ રાજકોટમાં 1 વર્ષ સુધી પાણીની નહી રહે અછત, મેયરે ન્યારી ડેમ-1 ખાતે નવા નીરનાં કર્યા વધામણા

ગુજરાતમાં વરસાદી મહેર રહેતા રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં પાણીને લઇને સમસ્યાઓમાં ઘટાડો જોવા મળી શકે છે. સાર્વત્રિક વરસાદનાં કારણે રાજ્યોનાં ડેમમાં પાણીની આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો અહી જળાશયોમાં 1 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઇ છે. રાજકોટનાં જળાશયોમાં પાણીની આવક થતાં મહાનગર પાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓ ન્યારી-1 […]

Rajkot Gujarat
Rajkot Rain Sandesh રાજકોટમાં 1 વર્ષ સુધી પાણીની નહી રહે અછત, મેયરે ન્યારી ડેમ-1 ખાતે નવા નીરનાં કર્યા વધામણા

ગુજરાતમાં વરસાદી મહેર રહેતા રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં પાણીને લઇને સમસ્યાઓમાં ઘટાડો જોવા મળી શકે છે. સાર્વત્રિક વરસાદનાં કારણે રાજ્યોનાં ડેમમાં પાણીની આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો અહી જળાશયોમાં 1 વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઇ છે.

nyari dam રાજકોટમાં 1 વર્ષ સુધી પાણીની નહી રહે અછત, મેયરે ન્યારી ડેમ-1 ખાતે નવા નીરનાં કર્યા વધામણા

રાજકોટનાં જળાશયોમાં પાણીની આવક થતાં મહાનગર પાલિકાનાં મેયર સહિતનાં પદાધિકારીઓ ન્યારી-1 ડેમ ખાતે પહોંચ્યા હતા અને નવા નીરનાં વધામણ કર્યા હતા. સાથે મેયર અને મનપાનાં કમિશ્નર પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 30 કલાકમાં 18 ઇંચ વરસાદ વરસતાં ડેમોમાં પાણીની આવક સારી એવી નોંધાઇ  હતી. નવા નીર આવતાં આજી, ન્યારી, લાદર સહિતનાં ડેમો પાણીથી છલકાતા જોવા મળ્યા હતા. જેના કારણે રાજકોટનું જળસંકટ હળવું બન્યું છે. હાલમાં ન્યારી-1 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે.

pjimage 88 રાજકોટમાં 1 વર્ષ સુધી પાણીની નહી રહે અછત, મેયરે ન્યારી ડેમ-1 ખાતે નવા નીરનાં કર્યા વધામણા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનાં કારણે લગભગ એક વર્ષ સુધી પાણીનું સંકટ રાજ્યમાં જોવા નહી મળે તેવી પૂરી સંભાવનાઓ છે. ખાસ કરીને રાજકોટમાં પાણીની અછત વર્તાતી હોય છે જે ચિંતા સારા વરસાદનાં કારણે ઘણા સમય સુધી હવે નહી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.