Not Set/ દિલ્હીના ગાંધીનગર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 21 ગાડીઓ ઘટના સ્થળે

દિલ્હી, રાજધાની દિલ્હીમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. મંગળવારે સવારે ગાંધીનગર માર્કેટની એક દુકાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા 21 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક વેપારીઓ આગને કાબૂમાં લેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી તેવું જાણવા મળી રહ્યું છે. કપડાની દુકાનો […]

Top Stories India
AAEA 4 દિલ્હીના ગાંધીનગર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 21 ગાડીઓ ઘટના સ્થળે

દિલ્હી,

રાજધાની દિલ્હીમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે. મંગળવારે સવારે ગાંધીનગર માર્કેટની એક દુકાનમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા 21 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક વેપારીઓ આગને કાબૂમાં લેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

गांधी नगर मार्केट में लगी आग (फोटो- पुनीत शर्मा)

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી તેવું જાણવા મળી રહ્યું છે. કપડાની દુકાનો હોવાથી આગ ઝડપથી ફેલાઇ હતી. જો કે, હજી સુધી કોઈ જાનહાનિ થઈ નથી. સાક્ષીઓએ જણાવ્યું હતું કે સવારે બધી જ દુકાન બંધ હતી. આને કારણે દુકાનમાં કોઈ નહોતું.

તાજેતરમાં જ દક્ષિણ દિલ્હીમાં ઝાકિર નગર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આગની બાતમી મળતા 7 ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવ્યું હતું. આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે હાજર ઘણા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન, ઘણા લોકો ઇમારતમાંથી બહાર નિકવા માટે ઉપરના માળેથી કૂદી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.