Not Set/ સરકાર વિદેશી કાર પર લાગતો ટેક્સ ઘટાડે તેવી શક્યતા

ઇલેકટ્રીક કાર બનાવતી અમેરિકન કંપની ટેસ્લા ઇંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર પરનો ટેક્સ ઘટાડવાની વિનંતી કરી છે. સરકાર કાર પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડા અંગેની વિચારણા પણ કરી રહી છે

Top Stories Uncategorized Tech & Auto
2 5 સરકાર વિદેશી કાર પર લાગતો ટેક્સ ઘટાડે તેવી શક્યતા

વિદેશની કોઇ પણ કાર લેવા પર અત્યારે ભારતમાં ટેક્સ વધારે લાગે છે. જેના કારણે દેશમાં વિદેશની કાર લેવાનો ટ્રેન્ડ ઓછોના થાય તે ડરથી ઇલેકટ્રીક કાર બનાવતી અમેરિકન કંપની ટેસ્લા ઇંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાર પરનો ટેક્સ ઘટાડવાની વિનંતી કરી છે. સરકાર કાર પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડા અંગેની વિચારણા પણ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેસ્લાએ કેટલાક ભારતીય ઓટોમેકર્સના વાંધાઓને ફગાવી દીધા છે. કંપની આ વર્ષથી ભારતમાં ઈમ્પોર્ટ કારનું વેચાણ શરૂ કરવા માગે છે. પરંતુ ટેક્સના કારણે વાત અટકી ગઈ છે. દેશમાં અત્યારે 40,000 ડોલર (આશરે 30 લાખ રૂપિયા)ની કિંમતની ઇલેક્ટ્રિક કાર પર 60 ટકા સુધી ટેક્સ લાગે છે. તેમજ, જો આનાથી વધુ કિંમત હોય તો 100% ટેક્સ લેવામાં આવે છે. ટેસ્લાની ગાડીઓનાં મોડેલની પ્રાઇસ રેન્જ 39,990 ડોલર (આશરે 30 લાખ રૂપિયા)થી 1,29,990 ડોલર (લગભગ 97.1 લાખ રૂપિયા) સુધીની છે. તેમાં કંપનીના મોડેલ 3, મોડેલ Y, મોડલ X અને મોડેલ S છે. આમાં મોડેલ 3ની કિંમત સૌથી ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, કરન્ટ ઇમ્પોર્ટ ડ્યૂટી અનુસાર, ટેસ્લાના સૌથી સસ્તાં મોડેલ 3ના બેઝ મોડેલ પર જ 60% ટેક્સ લાગશે. આ રીતે, લગભગ 30 લાખ રૂપિયાની આ ગાડીની કિંમત ટેક્સ ઉમેર્યા પછી જ ભારતમાં 48 લાખ રૂપિયા થશે. જો તેની લોંગ રેન્જ ટ્રીમ વિશે વાત કરીએ તો અમેરિકામાં તેની કિંમત 49,990 ડોલર (લગભગ 37.34 લાખ રૂપિયા) છે. ટેક્સ સાથે તે ભારતમાં લગભગ 75.5 લાખ રૂપિયા થઈ જશે. ટેસ્લાના મોડેલ Yના બેઝ મોડલની અમેરિકામાં કિંમત 53,990 ડોલર (લગભગ 40 લાખ રૂપિયા) છે, જે ભારતમાં 80 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે, મોડેલ Xના બેઝ મોડેલની કિંમત 99,990 ડોલર (અંદાજે રૂ. 74.6 લાખ) છે, જેની ભારતમાં કિંમત રૂ. 1.5 કરોડ હશે. મોડેલ Sના બેઝ મોડેલની કિંમત 89,990 ડોલર (આશરે રૂ. 67.2 લાખ) છે, જે ટેક્સ ઉમેર્યા પછી ભારતમાં રૂ. 1.3 કરોડમાં મળશે.

વર્તમાન સમયમાં દેશના વિવિધ શહેરોના રસ્તા પર ટેસ્લાની ગાડીઓ દોડતી જોવા મળી છે. તેમાં કંપનીની ગાડીઓના અનેક મોડેલ્સ જોવા મળી રહ્યાં છે. પરંતુ સૌથી કોમન મોડેલ 3 છે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિમી સુધી જઈ શકે છે. તેમાં ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર છે, જે લગભગ 450 hp પાવર આપે છે.