Not Set/ પુરૂષોની નપુંસકતા દૂર કરવા માટે વાનરના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરાશેઃવૈજ્ઞાનિકોનો દાવો

અમેરિકાની જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને વાનરના સ્ટેમ સેલ્સમાંથી સ્પર્મ તૈયાર કરવામાં સફળતા મળી છે, વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ સ્પર્મ એગને ફર્ટિલાઈઝ કરવામાં સફળ રહ્યા છે

Trending Lifestyle
1 11 પુરૂષોની નપુંસકતા દૂર કરવા માટે વાનરના સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરાશેઃવૈજ્ઞાનિકોનો દાવો

આજના યુગમાં હવે ધીમે-ધીમે બધુ શક્ય બનતુ હોય તેમ લાગી રહ્યું છે. વૈજ્ઞાનિકો પ્રગતીના પંથ સર કરી રહ્યા છે અને જુદા-જુદા સંશોધનો દ્ધારા અશ્કય લાગતી વાતને પણ શક્ય બનાવવાના પ્રયાસ કરે છે. આવા જ એક પ્રયોગમાં વૈજ્ઞાનિકો પુરૂષોની નપુંસક્તા દૂર કરવાનો પ્રયોગ કર્યો છે. જેમાં વાનરના સ્ટેમ સેલ્સ પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વાત સાંભળવામાં થોડી નવી લાગશે પરંતુ બિલકુલ સાચી વાત છે અમેરિકાની જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને વાનરના સ્ટેમ સેલ્સમાંથી સ્પર્મ તૈયાર કરવામાં સફળતા મળી છે.  વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ સ્પર્મ એગને ફર્ટિલાઈઝ કરવામાં સફળ રહ્યા છે. સંશોધકોનું કહેવું છે કે વાનરોનું પ્રજનન તંત્ર એટલે કે, રીપ્રોડક્ટિવ સિસ્ટમ માણસોથી મળતું આવે છે. માટે કહેવાય રહ્યું છે કે  આ પ્રયોગ પુરુષોની નપુંસકતાની સારવાર માટે ઘણો મહત્ત્વનો બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ સ્પર્મ તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને 5 વર્ષનો સમય લાગ્યો છે. જ્યોર્જિયા યુનિવર્સિટીના પ્રમુખ સંશોધક ચાર્લ્સ એસ્લેનું કહેવું છે કે, આ એક મોટી શોધ છે. સ્ટેમ સેલ થેરપીથી જે પુરુષોના સ્પર્મ યોગ્ય માત્રામાં નથી બનતા તેમની સારવાર થઈ શકશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પુરુષોમાં સ્પર્મ ડિફેક્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે. કેન્સર ટ્રીટમેન્ટ અને ઈન્ફેક્શન પણ તેના કારણો હોઈ શકે છે. સ્પર્મ બનવામાં એક મહિનાથી વધુ સમય લાગે છે. આ શરીરની એક જટિલ પ્રક્રિયા છે.

સંશોધકોનું કહેવું છે કે વાનરોની સ્ટેમ કોશિકાઓનો પ્રયોગ કરી લેબમાં સ્પર્મ તૈયાર કરાયા છે. સ્ટેમ કોશિકાઓમાં કેમિકલ, હોર્મોન્સ અને ટેસ્ટિકુલર ટિશ્યુની મદદથી તેને સ્પર્મ સેલ્સમાં કન્વર્ટ કરવામાં આવ્યા. જો કે સો ટકા સાથે એમ ન કહી શકાય કે, આ ટેક્નોલોજી પુરુષોની નપુંસકતાની સારવાર કરશે. જોકે આ એક આશાનું કિરણ છે કારણ કે માણસ અને વાનરનું પ્રજનન તંત્ર મળતું આવે છે.

સ્પર્મ તૈયાર કરવામાં સફળતા મળ્યા બાદ વૈજ્ઞાનિકો તેનાથી તૈયાર ભ્રૂણને માદા વાનરમાં ઈમ્પ્લાન્ટ કર્યું. પ્રયોગમાં આ પદ્ધતિથી જન્મ લેનાર બાળ વાનર કેટલું સ્વસ્થ હતું તેનું અવલોકન કરવામાં આવ્યું. સંશોધકોનું કહેવું છે કે, જો આ ટ્રાયલ સફળ થાય તો કપિરાજોની ચામડીના કોશિકાઓમાંથી સ્પર્મ તૈયાર કરી શકાય છે. માણસોમાં એમ્બ્રાયોનિક સ્ટેમ સેલ્સ ન હોવાથી આ પદ્ધતિ એક નવો વિકલ્પ સાબિત થશે.