Entertentment/ 6 ફેબ્રુઆરીએ નહીં… હવે આ દિવસે સિદ્ધાર્થ અને કિયારા લેશે સાત ફેરા, લગ્નને લઈને આવ્યું નવું અપડેટ

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. લગ્નના ફંક્શનની તારીખોથી લઈને લગ્ન સ્થળ સુધીની માહિતી સામે આવી છે

Trending Entertainment
Kiara Sidharth Wedding

Kiara Sidharth Wedding: છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. લગ્નના ફંક્શનની તારીખોથી લઈને લગ્ન સ્થળ સુધીની માહિતી સામે આવી છે. જો કે હવે કપલના લગ્નની  તારીખમાં કેટલાક ફેરફારના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ફંક્શન 4 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ હવે તેના વિશે નવી માહિતી સામે આવી છે.

લગ્નની તારીખમાં ફેરફાર

મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Kiara Sidharth Wedding)ના લગ્નના ફંક્શન 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી ચાલશે. 7 ફેબ્રુઆરીએ બંને સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ જશે અને પતિ-પત્ની બનશે. આ રિપોર્ટમાં જેસલમેરને લગ્ન સ્થળ તરીકે પસંદ કરવાનું રહસ્ય પણ સામે આવ્યું છે. વાસ્તવમાં, સિદ્ધાર્થ અને કિયારાના સંબંધીઓ નોર્થમાં રહે છે અને તેથી જ કપલે લગ્ન સ્થળ તરીકે જેસલમેરને પસંદ કર્યું.

આ સેલેબ્સ હાજરી આપશે

એક સ્ત્રોતના આધારે જણાવ્યું કે કિયારા અડવાણીએ શાહિદ કપૂરને લગ્નનું આમંત્રણ મોકલ્યું છે. શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કિયારાના લગ્નમાં હાજરી આપશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં શાહિદ-મીરા ઉપરાંત કરણ જોહર, વરુણ ધવન, અશ્વિની યાર્દી અને અન્ય ઘણા સેલેબ્સ હાજરી આપશે.

આ સ્થળોએ કપલ્સ રિસેપ્શન પાર્ટી યોજશે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ હજુ સુધી જાહેરમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. આ સાથે તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારા રાજસ્થાનના જેસલમેરમાં સૂર્યગઢ હોટલમાં લગ્ન કરશે. લગ્ન બાદ કપલ બે રિસેપ્શન પાર્ટી આપશે. પહેલા દિલ્હી અને બીજી મુંબઈમાં હશે, જેમાં બંને સ્ટાર્સના મિત્રો અને નજીકના લોકો સામેલ થશે.

Entertentment/જેસલમેરના આ શાહી મહેલમાં સિદ્ધાર્થ-કિયારા લેશે સાત ફેરા, લગ્નની તૈયારીઓ શરૂ

Viral Video/યુટ્યુબર અરમાન મલિકે કર્યાં ત્રીજીવાર લગ્ન! બંને ગર્ભવતી પત્નીઓએ કર્યો ઝઘડો: VIDEO

Bollywood/કોણે ઉર્ફી જાવેદને માર્યો મુક્કો? આંખ નીચે ઈજાની તસવીર જોઈને ચાહકો થઈ ગયા હેરાન!