દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા અનિલ કપૂરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ પર નામ, અવાજ અને તસવીરના ઉપયોગ વિરુદ્ધ દાખલ કરાયેલા દાવા પર મોટી રાહત આપી છે.
જસ્ટિસ પ્રતિબા એમ સિંહની ખંડપીઠે કહ્યું કે, ગેરકાયદેસર રીતે વ્યક્તિના નામ, અવાજ, છબી અથવા સંવાદનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં. સેલિબ્રિટીઝને સમર્થન આપવાનો અધિકાર વાસ્તવમાં આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે અને ગેરકાયદે વેપારને મંજૂરી આપીને તેને નષ્ટ કરી શકાતો નથી.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, હવે ઉપલબ્ધ ઉપકરણો લોકોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વાદીના વ્યક્તિત્વનું અનુમાન લગાવવા દે છે. સેલિબ્રિટીઓને પણ ગોપનીયતાનો અધિકાર છે. અન્ય અજાણ્યા વ્યક્તિઓને વીડિયો વાયરલ કરવા પર પ્રતિબંધ મૂકતા કોર્ટે દૂરસંચાર વિભાગ અને કેન્દ્ર સરકારને તાત્કાલિક તમામ લિંક્સ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સાથે કોર્ટે કહ્યું કે,અશ્લીલ વીડિયો અપલોડ કરતી અન્ય લિંક્સને બ્લોક કરવાનો આદેશ પણ આપવામાં આવશે. આવા જ એક કેસમાં હાઈકોર્ટે અગાઉ 25 નવેમ્બર 2022ના રોજ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને રાહત આપી હતી.
આ પણ વાંચો: Women’s Reservation Bill/ મહિલા અનામત બિલમાં SC, ST અને OBCને અનામત આપોઃ સોનિયા ગાંધી
આ પણ વાંચો: Canada/ 25 સપ્ટેમ્બરે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનમાં યોજાશે રેલી: રિપોર્ટ
આ પણ વાંચો: New Vidhan Sabha In UP/ શા માટે યુપીમાં પડી નવા વિધાનસભા ભવનની જરૂર? હાલની ઇમારતનો શું છે ઇતિહાસ?
