Not Set/ સુનિલ અરોરાએ દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર તરીકે સંભાળ્યો પદભાર

નવી દિલ્હી, દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર તરીકે સુનિલ અરોરાએ પોતાનો પદભાર સંભાળી દીધો છે. તેઓ ઓ પી રાવતનું સ્થાન લેશે. આ પહેલા ચૂંટણીપંચ દ્વારા સોમવારે તેઓના નામની વરણી અંગે પૃષ્ટિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવત ૧ ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે. Delhi: Sunil Arora takes charge as the […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશના આગામી ચીફ ઈલેક્શન કમિશનર તરીકે સુનિલ અરોરાએ પોતાનો પદભાર સંભાળી દીધો છે. તેઓ ઓ પી રાવતનું સ્થાન લેશે. આ પહેલા ચૂંટણીપંચ દ્વારા સોમવારે તેઓના નામની વરણી અંગે પૃષ્ટિ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેવર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર ઓ પી રાવત ૧ ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાની વાત કરવામાં આવે તો, તેઓ ૧૯૮૦ની રાજસ્થાન કેડર બેચના સેવાનિવૃત્ત IAS અધિકારી છે. આ પહેલા ૩૧ ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ ઈલેક્શન કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

આ પહેલા કાયદા મંત્રાલય દ્વારા સોમવારે જ સુનિલ અરોરાની વરણીને લઈ આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ ભવન મોકલી આપ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓના નામ પાર અંતિમ મહોર મારી હતી.

ચીફ ઈલેકશન કમિશનર તરીકે સુનિલ અરોરા સામે હવે મુખ્ય પડકાર આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણી હશે. સાથે સાથે જમ્મુ-કાશ્મીર, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચુંટણી હશે.