મહારાષ્ટ્ર/ મંત્રી નવાબ મલિકને ઝટકો, SCમાં તાત્કાલિક મુક્તિની અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને તાત્કાલિક મુક્ત કરવાની અરજી ફગાવી દીધી છે.

Top Stories India
Nawab

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને તાત્કાલિક મુક્ત કરવાની અરજી ફગાવી દીધી છે. દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ નવાબ મલિકની અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું કે તે આ તબક્કામાં દખલ નહીં કરે. તેઓ જામીન માટે અરજી કરી શકે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે કહ્યું કે તપાસના આ તબક્કે અમે આ મામલે દખલ કરવા ઈચ્છતા નથી. અમે આ તબક્કે દખલ કરી રહ્યા નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે હાઈકોર્ટના અવલોકનો માત્ર વચગાળાની રાહત આપવાના હતા કે નહીં તે પૂરતા મર્યાદિત છે. કાયદામાં ઉપલબ્ધ ઉપાયોનો આશરો લેવામાં આ આડે આવશે નહીં. નવાબ મલિક વતી કપિલ સિબ્બલે કહ્યું કે 2022માં તેમની ધરપકડ કેવી રીતે થઈ, જ્યારે કેસ 1999નો છે? 5000 પાનાની ચાર્જશીટને કારણે વિશેષ અદાલત જામીન નહીં આપે. પ્રથમ દ્રષ્ટીએ મારી સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. આ PMLA કેસ નથી બની જતો.

વાસ્તવમાં, નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટના અરજીને ફગાવી દેવાના નિર્ણયને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. મલિકે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે તેમની સામે નોંધાયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીને રદ કરવાની અને તેમની તાત્કાલિક મુક્તિની માગણી કરી હતી. હાઈકોર્ટે 15 માર્ચે વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ તેને રિમાન્ડ પર લેવા માટે વિશેષ અદાલતના આદેશને ગેરકાયદેસર અથવા ખોટો કહી શકાય નહીં કારણ કે તે તેની તરફેણમાં નથી.