દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે હાલ કોરોના કંટ્રોલમાં છે અને કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે જે સારા સમાચાર છે પરતું હજીપણ કેરળ રાજ્યમાં સ્થિતિ કોરોનાના લીધે વિસ્ફોટક છે, દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી ભારતમાં જનજીવન ફરી એકવાર રાબેતા મુજબ થયો છે. હાલ અનેક રાજ્યો કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનલોક કરીને તમામ બાબતોની છૂટછાટ આપી રહી છે ,દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર કેસો નોંધાયા છે .
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો 38 હજાર પાર થયા છે જે ચિંતાજનક બાબત છે. પરતું આ આંકડામાં કેરળનો સમાવેશ થાય છે. કોરોનાની સ્થિતિ કેરળમાં ભયાવહ છે કોરોનાના કેસો ખુબ વધી રહ્યા છે ,તેને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમરકસી છે અને હાલ ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો કેરળમાં 24300 નોંધાયા છે,જે દેશના કુલ કોરોનાની સંખ્યાના 65 ટકા નોંધાયા છે,સાાન્ય રીતે દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે પરતું કેરળમાં પરિસ્થિતિ થાળે પડી નથી.કેરળમાં કેસોનું ભારણ વધી રહ્યો છે. રાજ્ય સરકારે ચુસ્ત કોરોના ગાઇડલાઇન અમલી બનાવી છે અને તેને કંટ્રોલમાં લેવા માટે તમા પર્યાસ કરી રહી છે. દેશમાં રિકવરીના કેસો 34 હજાર છે.
