New Delhi/ લોકસભામાં પરીક્ષા સુધારા બિલ-2026 રજૂ: પેપર લીક કરનારને 10 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીના દંડની જોગવાઈ

લોકસભામાં રજૂ થયેલા પરીક્ષા સુધારા બિલ-2026 (Public Examinations Amendment Bill 2026) હેઠળ પેપર લીક કરનાર માટે 10 વર્ષની જેલ, ₹50 લાખ સુધીનો દંડ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણીનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Top Stories India Breaking News
Public Examinations Amendment Bill 2026: પરીક્ષા ગેરરીતિ કરનાર હવે બચશે નહીં

New Delhi: દેશમાં પેપર લીક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પરીક્ષા વ્યવસ્થાને વધુ કડક અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાના ચોમાસા સત્ર દરમિયાન પબ્લિક એક્ઝામિનેશન્સ (ગેરરીતિ નિવારણ) સુધારા વિધેયક-2026 (Public Examinations Amendment Bill 2026) રજૂ કરવામાં આવ્યું છે. નવા સુધારા દ્વારા પેપર લીક, પરીક્ષા ગેરરીતિ અને સંગઠિત કૌભાંડો સામે વધુ કડક સજા તથા ઝડપી ન્યાયની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ છે.

સરકારના પ્રસ્તાવ મુજબ, પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિમાં દોષિત ઠરનાર વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત, આવા ગુનાઓ માટે ₹50 લાખ સુધીનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

Public Examinations Amendment Bill 2026 : ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણી

નવા સુધારા બિલમાં આવા કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ છે. સરકારનું લક્ષ્ય છે કે પેપર લીક સંબંધિત કેસોનો શક્ય તેટલો વહેલો નિકાલ થાય અને બે મહિનાની અંદર સુનાવણી પૂર્ણ થઈ શકે.

Public Examinations Amendment Bill 2026: સંગઠિત ગેંગ સામે વધુ કડક કાર્યવાહી

જો તપાસ દરમિયાન પેપર લીક અથવા ગેરરીતિ પાછળ કોઈ સંગઠિત ગુનાહિત નેટવર્ક અથવા ગેંગની સંડોવણી સામે આવશે, તો તેમની સામે વધુ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ છે. આવા કેસોમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. સરકારનું માનવું છે કે આ જોગવાઈથી પેપર લીકના સંગઠિત રેકેટ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.

Public Examinations Amendment Bill 2026: હાલના કાયદા કરતાં શું બદલાશે?

હાલ અમલમાં રહેલા કાયદા હેઠળ પેપર લીકના ગુનામાં 3થી 5 વર્ષની જેલની જોગવાઈ હતી. સંગઠિત ગેરરીતિના કેસોમાં 5થી 10 વર્ષની સજા અને ઓછામાં ઓછા ₹1 કરોડના દંડની જોગવાઈ હતી. નવા સુધારા દ્વારા સામાન્ય પેપર લીકના કેસોમાં પણ સજા અને દંડ બંને વધુ કડક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Public Examinations Amendment Bill 2026: 15 પ્રકારની ગેરરીતિને ગુનો જાહેર

સુધારા બિલમાં પરીક્ષા સંબંધિત 15 પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સ્પષ્ટપણે ગુનાની શ્રેણીમાં મૂકવાનો પ્રસ્તાવ છે. તેમાં પ્રશ્નપત્ર લીક કરવું, OMR શીટમાં ચેડાં કરવાં, નકલી વેબસાઇટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ જાહેર કરવું તેમજ પરીક્ષા પ્રક્રિયામાં અન્ય પ્રકારની ગેરરીતિનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે આ સુધારાઓનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવાનો, પારદર્શિતા વધારવાનો અને લાખો ઉમેદવારોને નિષ્પક્ષ સ્પર્ધાનું વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે.


આ પણ વાંચો:જે પેપરલીક સામે ક્યારેક ધર્મેન્દ્ર પ્રધાન રસ્તા પર ઉતર્યા હતા, એ જ વિવાદમાં આજે શિક્ષણમંત્રી પદ છોડવું પડ્યું

આ પણ વાંચો:NEET પેપર લીક કેસ: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ, CJPની માંગણી પર સરકારે શું આપ્યો જવાબ?

આ પણ વાંચો:સુઘડમાં અઢી કરોડનું જમીન કૌભાંડ, સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કરનાર 2 સામે ગુનો