સોમવારે મોદી સરકારે કાશ્મીર અંગે એતિહાસિક નિર્ણય લીધો. કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ 370 રદ કરી અને સરહદી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવાનો પ્રસ્તાવ મુક્યો. લદ્દાખ હવે જમ્મુ-કાશ્મીરથી અલગ થઈ ગયુ છે. આ એતિહાસિક નિર્ણય આવતાની સાથે જ આખા દેશમાં હલચલ મચી ગઈ છે. કેટલાક તેના સમર્થનમાં છે અને કેટલાક તેનો વિરોધ કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી કંગના રાણાવતે કહ્યું હતું કે, કલમ 370 ને ખતમ કરવાની જરૂર હતી, તે આતંકવાદ મુક્ત રાષ્ટ્ર તરફનો એતિહાસિક પગલું છે, હું લાંબા સમયથી તેના પર ભાર મુકું છું અને મને ખબર હતી કે કોઈ આ અશક્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, તો તેઓ શ્રી મોદી જ છે. તેઓ પાસે માત્ર દૂરદ્રષ્ટી જ નથી, પરંતુ આવી બાબતોને વાસ્તવિકતામાં બદલવાની હિંમત અને શક્તિ પણ છે. હુ સમગ્ર જમ્મુ-કાશ્મીર સહિત આખા ભારતને અભિનંદન આપું છું, અમે સાથે મળીને ઉજ્જવળ ભવિષ્યને દેખી રહ્યા છીએ.
https://www.instagram.com/p/B0xmt_GBLfU/?utm_source=ig_web_copy_link
કંગનાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલે પણ આ વિશે ટ્વીટ કરતા લખ્યુ, ‘આને કહેવાય સરકાર…વાહ! ભારતનાં ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનું નામ સુવર્ણ શબ્દોમાં લખવામાં આવશે. ત્યારબાદ તેણે બીજું એક ટ્વિટ કર્યું કે ફિલ્મ નાયકો કેપ પહેરે છે અને ઉડવા માટે તેમની પાસે સુપર નેચરલ પાવર્સ હોય છે, પરંતુ વાસ્તવિક નાયકો પાસે દ્રષ્ટિ, કેરેક્ટરની શક્તિ, ઇચ્છા શક્તિ અને દાયકાઓ સુધી ચાલવાની શક્તિ હોય છે.


ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે પણ આ નિર્ણય પર ટીવટ કરતા લખ્યું, ‘વાહ એતિહાસિક ક્ષણ. કલમ 370 ખતમ. ખૂબ હિંમતવાન ચાલ. ‘

બોલિવુડનાં કોમેડિયન એક્ટર પરેશ રાવલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં નેતા કલમ 370 નાબૂદ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. આ ફોટા સાથે તેમણે લખ્યું, ‘સો સો સલામ તમને’. પરેશ રાવલે અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘આજ આપણી માતૃભૂમિને સાચી અને સંપૂર્ણ સ્વતંત્રતા છે. ખરા અર્થમાં, ભારત એક બન્યું છે! જય હિન્દ.’


ફિલ્મ નિર્માતા અશોક પંડિતે લખ્યું છે કે, મારો 30 વર્ષનો વનવાસ પૂરો થયો. નરેન્દ્ર મોદીનો આભાર તેમણે આગળ લખ્યું કે, એક દેશમાં બે કાયદા, બે પ્રધાન, બે નિશાન ન હોઈ શકે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનુ પૂરુ કરવા માટે આભાર નરેન્દ્ર મોદી જી અને ભારતની જનતાને.


ઉપરાંત અભિનેત્રી પૂજા બેદી, કૃણાલ કોહલીએ પણ મોદી સરકારનાં નિર્ણયને આવકાર્યો હતો અને તેના સમર્થનમાં ટ્વીટ્સ પણ કર્યા હતા.
Article 370 was temporary & transient. Watch #SushilPandit explain it so clearly. Here's a link. +link to the print version.
What we should be questioning is why something that was "temporary" lasted 60 years!! https://t.co/u5pKymut6qhttps://t.co/IgZjILZo6G#kashmiroperation— Pooja Bedi (@poojabeditweets) August 5, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
