Valsad News: વલસાડ (Valsad)માં LCBએ ગુરુવારે મળસ્કે ચણવઇ હાઇવે પર વિદેશી દારૂ ભરેલો આઇશર ટેમ્પો પકડ્યો છે. રૂ. 94.86 લાખનો દારૂ ઝડપાયો, પણ ટેમ્પોચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂ. 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Valsadમાં વિદેશી દારૂ જપ્ત
પોલીસ ફરિયાદ અનુસાર વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે ચણવઇ હાઇવે (Chanvai highway) પર ગુરુવારે (22 ઓક્ટોબર) મળસ્કે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સુરત તરફ જતા બાતમી મુજબના આઇશર ટેમ્પો (Eicher tempo)ને અટકાવવા જતાં ચાલકે પૂર ઝડપે ટેમ્પો હંકારી દીધો હતો.
પોલીસને ચકમો આપી ટેમ્પોચાલક ફરાર
પકડાઈ જવાના ડરે ચાલકે થોડે દૂર ટેમ્પો મૂકી દીધો અને ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ટેમ્પામાં તપાસ કરતાં દારૂની 1023 નંગ પેટીઓ મળી આવી હતી. પોલીસે ટેમ્પામાંથી પેટીઓ ઉતારી ગણતરી કરી હતી. તે પછી રૂ. 94.86 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ રૂ. 1.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
વિદેશી દારૂ જપ્ત બાદ ગુનો નોંધાયો
LCBએ દારૂ ભરેલો ટેમ્પો વલસાડ રૂરલ પોલીસને હવાલે કર્યો હતો. ત્યારબાદ પ્રોહિબિશનનો ગુનો (prohibition case) નોંધી ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વોન્ટેડ ચાલક (wanted driver) સુધી પહોંચવા માટે પોલીસે ટેમ્પાના નંબરના આધારે કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો: દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત, નશામાં રિક્ષાચાલક ઝડપાયો; 57 લીટર દારૂ જપ્ત
આ પણ વાંચો: વડોદરાના ખાનપુર ચોકડી નજીક દારૂ ભરેલી કાર પકડાઈ, 2.90 લાખ રૂપિયાનો દારૂ જપ્ત
આ પણ વાંચો: જામનગરના ગોરધનપર ગામમાં 10 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત
