tips and tricks/ 2 થી 3 દિવસમાં સાબુ ગળવા લાગે છે? સોપને ગળતો બચાવવા આ 4 સરળ રીતો અપનાવો!

સાબુ ઝડપથી ગળી જાય એનું સૌથી મોટું કારણ સાબુદાની (Soap Case) ન હોય એ પણ હોઈ શકે છે અથવા તો એવી સાબુદાની લોકો વાપરતા હોય છે કે જેમાં પાણી…

Trending Tips & Tricks Lifestyle
Soap quickly ગળી જાય છે તો શું કરશો? આ 4 Effective Tips અપનાવો!

Tips and Tricks: બાથરુમમાં રાખેલા સાબુનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે પરંતુ ચીડ ત્યારે ચડે છે જ્યારે આ સાબુ કેવળ 2-4 દિવસમાં જ પાણીમાં ગળવા લાગે છે! સાબુનું આ રીતે જલદી ગળી જવું (Melting Soap problem) પૈસાની બરબાદી છે પરંતુ વારંવાર નવો સાબુ પણ ખરીદવાની ઝંઝટ રહે એ નફામાં! આનાથી ઘરમાં વધુ સભ્યો હોય તો બજેટ પર પણ અસર પડવા લાગે છે. જો તમારા ઘરે પણ આ જ સમસ્યા હોય તો ગભરાશો નહિં…કેટલાક અત્યંત સરળ અને ઘરગથ્થુ ટિપ્સ અપનાવીને તમે તમારા સાબુને લાંબો સમય ચલાવી શકો છો. તો ચાલો જાણીએ આ સરળ ઘરગથ્થુ ટિપ્સ (Household Tips) વિશે…

સ્વચ્છતાના આગ્રહી એવા મોટાભાગના લોકોને ભ્રમ હોય છે કે, સાબુ વિના ફક્ત પાણીથી નહાવાને કારણે એમનું શરીર યોગ્ય રીતે સ્વચ્છ નહિં થાય અને ત્વચા (Skin) પર ગંદકી રહી જશે! જો તમે પણ આવુ વિચારો છો તો તમારે આ ગેરસમજણને જેમ બને એમ જલદી દૂર કરવી જોઇએ. તમને એ જાણીને નવાઇ લાગશે કે રોજ સાબુ (Soap)થી નહાવું જરાય જરુરી નથી, વળી એમ કરવાથી અન્ય સમસ્યાઓને નોતરું મળે છે! તો ચાલો જાણીએ કે અઠવાડિયામાં કેટલી વખત સાબુ વડે સ્નાન કરવું (Bath) હિતાવહ છે?

1. તમારી ત્વચાને હૅલ્ધી રાખવા માટે વધુપડતા હાર્શ કેમિકલયુક્ત સાબુ (Harsh Soap)નો વપરાશ ટાળવો જોઇએ.

2. સાબુ વડે નહાયા પછી તમારી સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાનું ન ભૂલવું, જેથી ત્વચાની કુમાશ જળવાઇ રહે.

3. તમારી ત્વચાનો પ્રકાર જાણવો ખૂબ જ જરુરી છે. એ ડ્રાય છે, ઓઈલી છે કે નોર્મલ પ્રકારની છે એના ઉપરથી તમારે તમારા સાબુની પસંદગી કરવી જોઇએ.

4. આ ઉપરાંત, તમારે કેટલી વાર સાબુથી નહાવું જોઇએ એ બાબત ત્વચાના પ્રકાર ઉપરાંત, ઋતુ પર પણ નિર્ભર કરે છે.

અઠવાડિયે બે થી ચાર વખત સાબુ વાપરવો

નિષ્ણાતોના મતે, અઠવાડિયામાં તમે બેથી ચાર વખત સાબુથી નાહી શકો છો. આ માટે, તમે એક દિવસ છોડીને એટલે કે એકાંતરે દિવસે સાબુ વડે સ્નાન કરી શકો છો. અને જે દિવસે તમે સાબુનો વપરાશ ન કરો ત્યારે નહાવા માટે તમારે હળવા ગરમ પાણીથી સ્નાન કરવું જોઇએ. આમ કરવાથી, તમારી ત્વચા પરનો મેલ અને ગંદકી સરળતાથી દૂર થઇ જશે.

સાબુને ઓગળતો બચાવવાની 4 ટિપ્સ (4 Tips to keep Soap from Melting)

આ 4 ઘરગથ્થુ ટિપ્સ અપનાવીને તમે તમારા સાબુને લાંબો સમય ચલાવી શકો છો.

1. સાબુદાનીનું વિશેષ ધ્યાન રાખો

સાબુ ઝડપથી ગળી જાય એનું સૌથી મોટું કારણ સાબુદાની (Soap Case) ન હોય એ પણ હોઈ શકે છે. અથવા તો એવી સાબુદાની લોકો વાપરતા હોય છે કે જેમાં પાણી જમા થઈને રહેતું હોય. આથી એવી સોપ ડિશ ખરીદો કે જેની નીચે નાના-નાના કાણા હોય જેથી નહાયા બાદ સાબુ પર બચેલું વધારાનું પાણી સરળતાથી નીચે વહી જાય. જો સાબુ ડ્રાય રહેશે તો લાંબો સમય સુધી ચાલશે.

Tips to keep Soap from Melting-સાબુના ટુકડાને પરસ્પર ચોંટાડો
Tips to keep Soap from Melting-સાબુના ટુકડાને પરસ્પર ચોંટાડો

2. સાબુના ટુકડાને પરસ્પર ચોંટાડો

જ્યારે સાબુ નાનો થઈ જાય અને તૂટી જાય ત્યારે આપણે એને નકામો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. આ સંજોગોમાં નાના સાબુના ટુકડાને ફેંકવા નહિં. જ્યારે તમે નવો સાબુ વાપરવાનું શરુ કરો ત્યારે જૂના સાબુના ટુકડાને નવા સાબુ સાથે ભીનો કરીને ચોંટાડી દેવો. બંને પરસ્પર સરસ રીતે ચોંટી જશે અને આ રીતે સાબુનો એક પણ ટુકડા બરબાદ નહિં થાય!

Tips to keep Soap from Melting-સ્પંજ કે લુફાનો વપરાશ
Tips to keep Soap from Melting-સ્પંજ કે લુફાનો વપરાશ

3. સ્પંજનો યોગ્ય વપરાશ

સાબુને સીધો જ શરીર પર રગડવાથી સાબુ વધુ માત્રામાં વપરાય છે અને પાણીના સંપર્કમાં આવીને ઝડપથી પીગળે છે. આ સંજોગોમાં નહાતી વખતે સાબુને શરીર પર સીધો જ લગાવવાના બદલે સ્પંજ, લૂફા (Sponge, loofah) કે કોટનના કપડા પર ઘસવો. પછી એને શરીર પર પાણી સાથે રગડવું. આમ કરવાથી ઓછા સાબુમાં ભરપૂર ફીણ થાય છે અને સાબુ લાંબો સમય ચાલે છે.

Tips to keep Soap from Melting-મોટા સાબુના નાના ટુકડા કરવા
Tips to keep Soap from Melting-મોટા સાબુના નાના ટુકડા કરવા

4. સાબુના નાના ટુકડા કરી લો

જો તમે એક મોટો સાબુ વાપરવા લઈ લેશો તો એ પાણીના સતત સંપર્કમાં આવીને જલદી ખરાબ થઈ શકે છે. આનાથી બચવા માટેની એક સ્માર્ટ રીત છે કે નવો સાબુ આવતા જ એને બે કે ત્રણ ભાગમાં કાપી લેવો. એક ટુકડો બાથરુમમાં વાપરવા લઈ લેવો અને બાકીના સૂકા ટુકડા કોઈ ડ્રાય જગ્યાએ સુરક્ષિત રાખવા. આમ કરવાથી સાબુ ઓછો બરબાદ થાય છે.


આ પણ વાંચો: જૂની પ્લાસ્ટિકની બોટલોથી સજાવો બાલ્કની…બનાવો રંગ-બેરંગી સજાવટી ફૂલ…

આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!

આ પણ વાંચો: નાના સફેદ જીવડાંને પડતા રોકવા માટે દાળ- ચોખાને ડબ્બામાં ભરતી વખતે આ વસ્તુઓ નાખો…