Not Set/ માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ

ભાવનગરી ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી:1 કપ ચણાનો ઝીણો લોટ 1/4 કપ તેલ 1/4  કપ પાણી નવશેકું  મીઠું  1/2 ચમચી અજમો હાથેથી મસળીને 1/2 ચમચી હીંગ ભાવનગરી ગાંઠિયા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક પહેળો બાઉલ લઈ તેમાં તેલ અને પાણી લઈને ફેંટી લો. તેને ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી પાણી સફેદ કલરનું થઈને ફૂલવા લાગે. […]

Health & Fitness Lifestyle

ભાવનગરી ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી:
1 કપ ચણાનો ઝીણો લોટ
1/4 કપ તેલ
1/4  કપ પાણી નવશેકું
 મીઠું 
1/2 ચમચી અજમો હાથેથી મસળીને
1/2 ચમચી હીંગ

ભાવનગરી ગાંઠિયા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક પહેળો બાઉલ લઈ તેમાં તેલ અને પાણી લઈને ફેંટી લો. તેને ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી પાણી સફેદ કલરનું થઈને ફૂલવા લાગે. પછી તેમાં મીઠું, અજમો અને હીંગ નાખી હલાવી લો. 
– હવે તેમાં ચણાનો લોટ થોડો થોડો નાખતા જઈ ફેંટતા જવું, જેથી કરીને તેમાં ગાઠા ના પડે. આવી જ રીતે બધો જ લોટ ઉમેરી મિક્સ કરી લો. 
– પછી ઝારો લઈ તેનાથી ગાંઠિયા પાડવા. ધ્યાન રાખો કે ગેસની ફલેમ ફાસ્ટ રાખવી.
– ગાંઠિયા નાખ્યા પછી એક મીનીટ પછી ફેરવી દેવ પછી કાઢી લો.
નોંધ: 
તમારી પાસે ગાંઠિયાનો ઝારો ના હોય તો તમે જે તળવાનો ઝારો હોય તેમાં પણ બનાવી શકો છો.
તમે ગાંઠિયાના સંચામાં પણ બનાવી શકો છો. પરંતુ આ સંચામાં બનાવવા માટે લોટ સહેજ ઢીલો જ રાખવો કઠણ નહીં. તેનાથી એકદમ સરસ ગાંઠિયા બનશે.

આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 

આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…