Not Set/ બાળકોને કઈ રીતે પાડશો સારા ખોરાકની આદત ?

જો બાળકો હેલ્ધી ખોરાક ખાતા હોય તો તેમને મોટા થવા પર સ્વાસ્થપ્રદ જીવન શૈલી જાળવી રાખવામાં મદદ મળે છે. જે તેને બીજા સાથે વાત કરવા અને ટેબલ મેનર્સ શીખવવાનો પણ એક માર્ગ હોય છે. કેટલીક પદ્ધતિઓ વિષે જાણીશું કે જેના દ્વારા માતા-પિતાને પોતાના બાળકોમાં ખાવાની સારી આદતો જાળવવામાં મદદ મળી રહેશે.

Health & Fitness Lifestyle

માતૃત્વ : ભાવિની વસાણી

મોટાભાગના માતા-પિતાને આજકાલ એ સમસ્યા હોય છે કે તેમના બાળકોને હેલ્ધી ખોરાક ખાવાની આદત નથી પરંતુ ફાસ્ટ ફૂડ ખાવું ગમે છે, આ બાબતમાંથી છુટકારો મેળવવો હોયતો અને બાળકોને ખાવાની સારી આદતો શીખવવા માટેનો સૌથી સરળ રસ્તો છે, સહ પરિવાર સાથે ભોજન કરવું જોઇએ. બાળકો જ્યારે મોટાઓ સાથે ભોજન કરે છે તો સ્વાસ્થ્યપ્રદ ભોજન ખાવાનું પસંદ કરે છે. જો બાળકો હેલ્ધી ખોરાક ખાતા હોય તો તેમને મોટા થવા પર સ્વાસ્થપ્રદ જીવન શૈલી જાળવી રાખવામાં મદદ મળે છે. જે તેને બીજા સાથે વાત કરવા અને ટેબલ મેનર્સ શીખવવાનો પણ એક માર્ગ હોય છે. કેટલીક પદ્ધતિઓ વિષે જાણીશું કે જેના દ્વારા માતા-પિતાને પોતાના બાળકોમાં ખાવાની સારી આદતો જાળવવામાં મદદ મળી રહેશે.

Political / ભાજપ નેતાનો બફાટ, પેટ્રોલ સસ્તું જોઇતુ હોય તો અફઘાનિસ્તાન જતા રહો

* ભોજનના સમયે પરિવારના તમામ સભ્યોએ એક સાથે હોવું જરૂરી છે, આ માટે એવો નિયમ બનાવો કે ઘરની દરેક વ્યક્તિ એક જ સમયે સાથે જમી શકે. આ ન માત્ર બાળકને ખાવાનું શીખવવાનો નિયમ શીખવાનો એક સરળ માર્ગ છે, પરંતુ નિયમિત રૂપે ખોરાક લેવાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

* જો તમે એવું ઈચ્છી રહ્યા હોય કે તમારૂ બાળક બધા જ શાકભાજી ખાય તો તમારે તે સૌથી પહેલા અમલ કરવાની જરૂરિયાત છે. પોતાના બાળકોને તમારી પાસેથી સારી ખાવાની આદતો જોઈ અને શીખવા દો.

* જમવાના ટેબલ પર એક સોહાર્દ પૂર્ણ સામાજિક વ્યવહાર બનાવી રાખો. બાળકોને એ નિરીક્ષણ કરવા દો કે તમે સાથે ખોરાક લેતી વખતે એકબીજા સાથે કઈ રીતે વાતચીત કરી રહ્યા છો.

* બાળકને એ પસંદ કરવા દો કે તેઓ જે ખાવાનું પસંદ કરતા હોય. બાળકોને એ બાબત વિશે જણાવો કે તેમની માંગ પર તમે શું કરી શકવા સક્ષમ છો અને શું નહીં કરી શકો. ભલે તેઓ ટેબલ પર માત્ર એક કે બે વસ્તુ પસંદ કરતા હોય પરંતુ તેને પરાણે કોઈ જ ખોરાક આપવો જોઈએ નહીં.

Covid-19 / દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 150 દિવસમાં સૌથી ઓછી નોંધાઈ

* બાળકને જો ખોરાક પડતો મૂકવો પડે તેમ હોય જેટલું જમતા હોય તેમાં વધારે બે કોળિયા ખાવા માટે પ્રોત્સાહન આપવું પરંતુ વધારે પડતો આગ્રહ ન કરવો. ત્યારબાદ બાળક ખાવાનું ખાતો નથી તો તેને મજબૂર કરી અને પરાણે ઠાંસી ઠાંસીને ખોરાક આપવો જોઈએ નહીં. આમ કરવાથી તેને તે ખોરાક પ્રત્યે અરુચિ થઇ જશે.

* બાળકોને વધારે ખોરાક લેવા માટે મજબૂર કરવા જોઈએ નહીં તેમજ તેમને તેની ઉંમર તેમજ શરીરના આકાર પ્રમાણે ખોરાકની જરૂરીયાત હોય છે. તમારા અને તમારા બાળકો માટે ખોરાક અને તેની માત્રા અલગ અલગ હોઈ શકે છે.આ માટે ક્યારે પણ બાળકને વધારે ખવડાવી અને રાજી થતાં પહેલા બે વખત વિચાર કરવો જોઈએ.

જમ્મુ-કાશ્મીર / અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થઇ અથડામણ, 2 આતંકીવાદીઓનો કરાયો ખાત્મો