Not Set/ રક્ષાબંધન પ્રસંગે આ વર્ષે પણ BRTS રૂટ તથા સિટી બસમાં બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે

ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

Gujarat Rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ “રક્ષાબંધન”ના તહેવાર નિમિતે આ બંને બસ સેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૨૨/૦૮/૨૦૨૧ રવિવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

મેયર ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાએ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા  BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ જણાવે છે તેમજ હાલમાં કોરોના મહામારી હોઈ માસ્ક પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ છે.