Political/ ભાજપ નેતાનો બફાટ, પેટ્રોલ સસ્તું જોઇતુ હોય તો અફઘાનિસ્તાન જતા રહો

અફઘાનિસ્તાનની સત્તા હવે તાલિબાનનાં હાથમાં આવી ગઈ છે. તો સાથે સાથે તાલિબાનીઓનાં હાથમાં સત્તા આવ્યા બાદ ભારતમાં નિવેદનોનો દૌર પણ શરૂ થયો છે.

Top Stories India

અફઘાનિસ્તાન હવે તાલિબાનનાં હાથમાં આવી ગયુ છે, તો સાથે સાથે તાલિબાનીઓનાં હાથમાં સત્તા આવ્યા બાદ ભારતમાં નિવેદનોનો દૌર પણ શરૂ થઇ ગયો છે. દરમિયાન પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને પહોંચવાના સવાલ પર કટનીનાં ભાજપનાં જિલ્લા પ્રમુખ રામરતન પાયલ ગુસ્સે થઇ ગયા હતા. ભાજપનાં જિલ્લા પ્રમુખે કહ્યું, તાલિબાન, ચાલ્યા જાઓ. અફઘાનિસ્તાન જઈને જુઓ. ત્યાં પેટ્રોલ 50 રૂપિયા છે.

આ પણ વાંચો – OMG! / મોંઘવારીએ તોડી સામાન્ય નાગરિકોની કમર, હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

મધ્યપ્રદેશમાં ભાજપનાં એક નેતાએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને અફઘાનિસ્તાન જવાની સલાહ આપી દીધી છે. આપને જણાવી દઇએ કે, મીડિયા દ્વારા મોંઘવારી વિશે પૂછવામાં આવેલા સવાલ પર, નેતાજી એટલા ગુસ્સે થઇ ગયા કે તેમણે એવું પણ કહ્યું કે, જો કોઈને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેણે અફઘાનિસ્તાન જવું જોઈએ, ત્યાં તેને 50 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળશે. મોંઘવારીનાં પ્રશ્ને વિવાદાસ્પદ નિવેદનો આપનારા આ નેતાજીનું નામ રામરતન પાયલ છે, જે ભાજપનાં કટની જિલ્લા પ્રમુખ છે. એટલું જ નહીં, ખુદ નેતાજી, જેઓ માસ્ક વગર કાર્યક્રમમાં પહોંચ્યા હતા, તેમણે પણ કોરોનાની ત્રીજી લહેર અંગે આશંકા વ્યક્ત કરી હતી. જણાવી દઇએ કે, ગુરુવારે કટની જિલ્લા પ્રમુખ રામરતન પાયલ સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષા રોપણ માટે કટની પહોંચ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને મોંઘવારી વિશે પૂછ્યું, ત્યારે તે એટલા ઉશ્કેરાયા કે તેમણે અફઘાનિસ્તાન જવાની સલાહ પણ આપી દીધી.

આ પણ વાંચો – આંશિક રાહત / આજે સતત ત્રીજા દિવસે ડીઝલ થયુ સસ્તું, પેટ્રોલની કિંમત આજે પણ યથાવત

જિલ્લા પ્રમુખ રામ રતન શર્માએ જણાવ્યું હતું કે, મોંઘવારીને કારણે વધુ સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ અફઘાનિસ્તાન જવું જોઈએ. ત્યાં 50 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ હશે, જે દરમિયાન પાયલે એમ પણ કહ્યું કે, તાલિબાનનાં કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં કોઈપણ હવે પેટ્રોલ ભરનાર બાકી રહ્યો નથી. તેમણે આગળ કહ્યું કે, અહીં પેટ્રોલની કિંમત 111 રૂપિયા પ્રતિ લીટર છે, પરંતુ તમે શાંતિથી જીવી તો શકો છો.મોંઘવારી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ જિલ્લા પ્રમુખ રામ રતન શર્માએ કોરોના સંક્રમણ અંગે પણ નિવેદન આપ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરની આશંકા દર્શાવતા તેમણે કહ્યું કે, સરકાર એકલી કંઈ જ કરી શકતી નથી. રોગચાળાનો સામનો કરવા માટે જાહેર સહયોગ જરૂરી છે. સરકાર માત્ર એટલું જ કહી શકે છે કે તમારે ભીડ કરવાની જરૂર નથી. એકબીજા સાથે ન્યૂનતમ સંપર્ક રાખો. જો કે, આ એક અલગ બાબત છે કે જ્યારે નેતાજી કોરોનાની ત્રીજી લહેર અંગે ભયભીત હતા, ત્યારે તેમણે પોતે પણ માસ્ક લગાવ્યું ન હતું.