જમ્મુ કાશ્મીર/ રાહુલ ગાંધીએ સામાન્ય  નાગરિકોની હત્યા માટે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું …

આતંકી હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે, “કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ન તો ડિમોનેટાઇઝેશન દ્વારા બંધ થયો કે ના કલમ 370 હટાવીને –

Top Stories India

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ -કાશ્મીરમાં ત્રણ દિવસમાં પાંચ નાગરિકોની હત્યા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આતંકી હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે, “કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ ન તો ડિમોનેટાઇઝેશન દ્વારા બંધ થયો કે ના કલમ 370 હટાવીને – કેન્દ્ર સરકાર સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. અમે અમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનો પર થયેલા આ હુમલાની સખત નિંદા કરીએ છીએ અને મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના મોકલીએ છીએ.

કાશ્મીરી ભાઈઓ પર હુમલા : ગુરુવારે જ આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક મહિલા સહિત બે સરકારી શાળાના શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “શ્રીનગર જિલ્લાના સંગમ ઇદગાહ વિસ્તારમાં સવારે 11.15 વાગ્યે આતંકવાદીઓ દ્વારા બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.”

આ પહેલા મંગળવારે આશરે દોઢ કલાકની અંદર આતંકવાદીઓ દ્વારા ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત માખનલાલ બિંદુરુ ની શ્રીનગર સ્થિત તેમની ફાર્મસીમાં ગોળી મારીને હત્યા કરી હતી. બિંદુરુ તેમના સમુદાયના કેટલાક લોકોમાંથી એક હતા જેમણે 1990 માં આતંકવાદ ફાટી નીકળ્યા બાદ કાશ્મીર છોડ્યું ન હતું.

બિંદુરુ ની હત્યા થયાના થોડીક મિનિટો બાદ આતંકવાદીઓએ શ્રીનગરના હવાલ ચોક પાસે બિહારના ભાગલપુરના રહેવાસી વિરેન્દ્ર પાસવાન નામના રોડ સાઈડ વેન્ડરને ગોળી મારી દીધી. આ પછી આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના નાયડખાયમાં મોહમ્મદ શફી લોનની પણ ગોળી મારીને હત્યા કરી હતી.

Technology / તમે ઘરે બેઠા સિમ કાર્ડ માટે અરજી કરી શકો છો, આ રીતે વેરિફિકેશન પણ થશે

Technology / જુના એન્ડ્રોઇડ મોબાઇલ વેચતા પહેલા જાણી લો, તમે પણ આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો