Ahmedabad News: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગાર (Ahmedabad Gambling Raid)ના કથિત મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો હાજર હોવાની માહિતીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો.
રેડ દરમિયાન ક્લબમાંથી મોટી સંખ્યામાં લોકો ઝડપાયા છે. પોલીસ અને SMCની ટીમ દ્વારા લાંબા સમયથી કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
Ahmedabad Gambling Raid: ત્રણેય માળ પર ચાલતો હતો જુગારનો ખેલ
પ્રાથમિક માહિતી મુજબ, દરિયાપુરના વાઘજીપુરા વિસ્તારમાં આવેલી મનપસંદ ક્લબમાં SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.રેડ દરમિયાન ક્લબના ત્રણેય માળના હોલમાં જુગાર રમાતો હોવાનો ખુલાસો થયો હતો. અહીં 35થી 40 જેટલા ટેબલ પર લોકો જુગાર (Ahmedabad Gambling Raid) રમતા હોવાનું સામે આવ્યું હતું.SMCની ટીમે કાર્યવાહી દરમિયાન અંદાજે 180 લોકોને ઝડપી લીધા હતા.
મોબાઈલ, રોકડ, જુગારના કોઈન સહિત મુદ્દામાલ કબજે
રેડ દરમિયાન અધિકારીઓએ જુગાર (Ahmedabad Gambling Raid) માટે ઉપયોગમાં લેવાતા સાધનો, મોબાઈલ ફોન, રોકડ રકમ, જુગાર (Ahmedabad Gambling Raid)ના કોઈન તેમજ વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ તમામ ઝડપાયેલા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર કાર્યવાહી પૂર્ણ થયા બાદ આરોપીઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ન સમાય તેવી સ્થિતિ
મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાયા હોવાથી અગાઉની જેમ આ વખતે પણ તમામ લોકોને એક જ પોલીસ સ્ટેશનમાં રાખવા મુશ્કેલી સર્જાઈ શકે છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જરૂર પડ્યે આરોપીઓને આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાં લઈ જવામાં આવશે.
ક્લબ સંચાલક અને અન્ય કનેક્શનની ચર્ચા
મનપસંદ જીમખાનાના મુખ્ય સંચાલક તરીકે ગામો ઉર્ફે ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલનું નામ ચર્ચામાં છે.આ ઉપરાંત કેટલાક લોકો દ્વારા નિવૃત્ત પોલીસકર્મી અને ડિંગુચા કબૂતરબાજી કેસમાં ચર્ચામાં રહેલા બોબી પટેલ સાથેના કનેક્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે, આ મામલે સત્તાવાર રીતે કોઈ અંતિમ પુષ્ટિ કરવામાં આવી નથી.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ક્લબમાં અગાઉ પણ પોલીસ કાર્યવાહી થઈ ચૂકી છે.
SMCના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
મનપસંદ ક્લબમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન SMCના SP મયુર ચાવડા અને DIG વિશાલ વાઘેલા સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.લાંબી કાર્યવાહી બાદ હવે પોલીસ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે પણ તપાસની શક્યતા
આ અગાઉની કાર્યવાહીઓમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ વખતે પણ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે તપાસ થઈ શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ, જો કોઈ બેદરકારી સામે આવશે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો:મોરબીના કમ્ફર્ટ રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગાર રેડ મામલો
આ પણ વાંચો:કડીના વેકરા ગામમાં ફાર્મ હાઉસમાં મોંઘી કારોનો ખડકલો, રેડ પાડતા હાઈપ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું
આ પણ વાંચો:વાપીમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું જૂગારીઓ છુટી જતા પોલીસની ભૂમીકા શંકાસ્પદ
