Business News/ 31 જુલાઈ પછી ITR નહીં ભર્યું? 5,000 સુધી દંડ, 1% વ્યાજ અને રિફંડમાં વિલંબ સહિત જાણો 5 મોટા નુકસાન

31 જુલાઈ બાદ ITR નહીં કરનારાઓ માટે Belated Returnનો વિકલ્પ ઉપલબ્ધ, પરંતુ દંડ, Interest અને Tax Refundમાં વિલંબ સહિત અનેક નુકસાનનો કરવો પડી શકે છે સામનો.

Breaking News Business
ITR

Business News: ITR ભરવાની મુખ્ય સમયમર્યાદા 31 જુલાઈ પૂર્ણ થઈ ચૂકી છે. જો તમે હજુ સુધી આવકવેરા રિટર્ન (ITR) દાખલ કર્યું નથી, તો પણ ગભરાવાની જરૂર નથી. આવકવેરા વિભાગ 31 ડિસેમ્બર સુધી બિલેટેડ રિટર્ન (Belated Return) ભરવાની તક આપે છે. જોકે મોડું ITR ભરવા પર Late Fee, Interest અને અન્ય આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સમયસર ITR ન કરવાથી લોન, વિઝા અને ટેક્સ રિફંડ જેવી સેવાઓ પર પણ અસર થઈ શકે છે.

ITR મોડું કરશો તો 5,000 સુધીનો દંડ 

31 જુલાઈ પછી ITR ભરવા પર આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ લેટ ફી ચૂકવવી પડે છે.

વાર્ષિક આવક 5 લાખથી વધુ હોય તો 5,000 લેટ ફી.

વાર્ષિક આવક 5 લાખ અથવા ઓછી હોય તો 1,000 લેટ ફી.

જો આવક મૂળ કરમુક્તિ મર્યાદાથી ઓછી હોય તો સામાન્ય રીતે લેટ ફી લાગતી નથી.

આથી, મોડું ITR ભરતાં પહેલા તમારી આવક મુજબ લાગુ પડતી ફી જાણી લેવી જરૂરી છે.

Interest તરીકે દર મહિને 1% વધારાનો બોજ

માત્ર લેટ ફી જ નહીં, પરંતુ જો તમારી ટેક્સ લાયબિલિટી બાકી હોય તો કલમ 234A હેઠળ દર મહિને 1% સાદું વ્યાજ પણ લાગશે. જેટલો વધુ વિલંબ થશે, એટલું વ્યાજ વધતું જશે. એટલે બિલેટેડ રિટર્ન શક્ય તેટલું વહેલું ભરવું વધુ ફાયદાકારક રહેશે.

ITR ન કરવાથી આવી શકે છે મુશ્કેલી

ITR માત્ર ટેક્સ ભરવાનો દસ્તાવેજ નથી, પરંતુ તમારી નાણાકીય વિશ્વસનીયતાનો મહત્વપૂર્ણ પુરાવો પણ છે. હોમ લોન, કાર લોન અથવા અન્ય મોટી લોન મંજૂર કરતા પહેલાં બેંકો છેલ્લા 2થી 3 વર્ષના ITRની માંગ કરે છે. સમયસર ITR ન ભરવાથી લોન મંજૂર થવામાં મુશ્કેલી આવી શકે છે અથવા વધુ વ્યાજ ચૂકવવું પડી શકે છે.  તે જ રીતે અમેરિકા, કેનેડા, યુકે અને શેન્ગેન દેશોના વિઝા માટે પણ ITR મહત્વનો દસ્તાવેજ ગણાય છે.

Tax Refund અને Capital Loss પર પણ અસર

જો તમારા પગારમાંથી વધુ TDS કપાયો હોય અને તમે Tax Refund મેળવવા માંગતા હો, તો મોડું ITR ભરવાથી રિફંડ મળવામાં વિલંબ થઈ શકે છે. તે ઉપરાંત શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા બિઝનેસમાં થયેલા Capital Lossને આગામી વર્ષોમાં એડજસ્ટ (Carry Forward) કરવાની સુવિધા પણ સમયસર ITR ન ભરવાથી ગુમાવી શકાય છે.

સમયસર બિલેટેડ રિટર્ન ભરવાની સલાહ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ કરદાતાઓએ આવકવેરા પોર્ટલ પર લોગિન કરીને પોતાનું AIS (Annual Information Statement) તપાસવું જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે બિલેટેડ ITR દાખલ કરવું જોઈએ. આમ કરવાથી વધતા વ્યાજ અને અન્ય આર્થિક નુકસાનથી બચી શકાય છે.


આ પણ વાંચો:ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક વચ્ચે PAN ડેટા શેરિંગ કડક, ITR-GST મિસમેચ પર તરત નોટિસ

આ પણ વાંચો:ભારે નુકસાન થતાં પહેલા ચેતજો, પાન-આધાર લિંક, ITR અને NPSની ડેડલાઇન આજે સમજો

આ પણ વાંચો:આવકવેરા વિભાગ તરફથી ITR ફાઇલિંગ અંગે નવીનતમ અપડેટ, 4 કરોડથી વધુ ફાઇલો સબમિટ કરવામાં આવી !