Rajkot News::શહેરમાં પ્રેમ સંબંધનો એક ચોંકાવનારો અને કરુણ અંત સામે આવ્યો છે. 25 વર્ષના યુવકે પોતાની 45 વર્ષની પ્રેમિકાની ચાલુ ટ્રેન સાથે અથડાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, મહિલા આરોપી પર લગ્ન કરવા માટે સતત દબાણ કરતી હતી, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આખરે આરોપીએ મહિલાની હત્યાનું કાવતરું રચી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે.
Rajkot માં 25 વર્ષના પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
ગુંદાળા ફાટક (Gundala Railway Crossing)નજીક થોડા દિવસ પહેલાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં ઘટનાને અકસ્માત માનવામાં આવી રહી હતી, પરંતુ પોલીસે વિવિધ પુરાવા, ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો. તપાસ દરમિયાન સામે આવ્યું કે મહિલાનું મોત અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હત્યા હતી.
લગ્ન માટે દબાણ બન્યું હત્યાનું કારણ
પોલીસના જણાવ્યા મુજબ, મૃતક 45 વર્ષની મહિલા અને 25 વર્ષના પ્રકાશ સોલંકી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ (Love Affair)હતો. મહિલા આરોપી સાથે લગ્ન કરવા માટે સતત દબાણ કરતી હતી. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. આરોપી લગ્ન કરવા ઇચ્છતો ન હોવાથી તેણે મહિલાને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો અને ઘટનાને અંજામ આપ્યો.
ચાલુ ટ્રેન સાથે અથડાવી કરી પ્રેમિકાની હત્યા
તપાસમાં ખુલ્યું છે કે આરોપી પ્રકાશ સોલંકીએ મહિલાને ગુંદાળા ફાટક વિસ્તારમાં લઈ જઈ ચાલુ ટ્રેન સાથે અથડાવી દીધી હતી, જેના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાને અકસ્માત જેવો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસમાં હકીકત સામે આવી ગઈ.
આરોપીની પોલીસે કરી ધરપકડ
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વિગતો સામે આવી છે કે મૃતક મહિલાને ચાર સંતાન છે. ઘટનાના પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે આરોપી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો: ભરુચ/ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા અને પોતે પણ કરી આત્મહત્યા
આ પણ વાંચો: પ્રેમપ્રકરણનો કરુણ અંત! સુરત કોઝવેમાં યુવતીનો આપઘાત, દીકરીના મોતના આઘાતમાં માતાને બ્રેઈન હેમરેજ
આ પણ વાંચો: છોટાઉદેપુરના ડોલરિયા ગામે પત્નીના પ્રેમીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો
