Ahmedabad News/ યુરોપ લિથવાનીયાના વિઝાની લાલચ આપી 13.50 લાખની છેતરપિંડી

વસ્ત્રાપુરમાં રહેતી મહિલાએ 6ણ જણા સામે ગુનો નોંધાવ્યો

Ahmedabad Top Stories Gujarat

Ahmedabad News : વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાને અને તેની દિકરીના યુરોપના લિથવાનીયાના વિઝાની લાલચ આપીને 13.50  લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં પ્રાચી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિશ્નાબેન જે.રાઠોડની પુત્રીને યુરોપ લિથવાનીયાના વિઝા કઢાવવાના હતા. આથી તેમણે આનંદનગર શ્યામલ ચાર રસ્તા સ્થિત સન ગ્રેવીટાસ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.

જેમાં આશિષ બારોટ. પ્રિયાંક બારોટ અને વાચિકા શેલતે ભેગા મળીને ક્રિશ્નાબેનને વિશ્વાસમાં લઈને લિથવાનીયાના વિઝા નહી કરાવી તથા નોકરી નહી અપાવી રૂ.13,50,000 ની છેતરપિંડી કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નિયમોનું પાલન ન કરનાર સ્કૂલ વાન સંચાલકો અને 30 સ્કૂલ વાહનોને કરાયો દંડ

આ પણ વાંચો:સ્કુલની છોકરીને ફૂલ આપવાની ના કરતા તમે ભૂલ…નહીં તો થશે આ સજા

આ પણ વાંચો:આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત, નોંધાઈ FIR