સુરત ન્યૂઝ : શહેરમાં નિયમોનું પાલન ન કરનાર સ્કૂલ વાન સંચાલકો અને 30 સ્કૂલ વાહનોને દંડ કરાયો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રના પ્રારંભ સાથે સ્કુલવર્ધી કરતી વાન અને રિક્ષાને લઈને RTO એકશન મોડમાં આવી છે. બાળકોની સુરક્ષાને મહત્વ આપતા RTOએ સ્કૂલવાન અને રીક્ષા માટે કડક નિયમો બનાવ્યા છે. અને આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે વર્ષોથી RTO અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાડું ગબડતું હતું, પરંતુ પ્રશાસન નિંદ્રામાંથી જાગ્યુ છે.
નવા શૈક્ષણિક સત્રના આરંભ સાથે RTOએ પણ કડકપણે સ્કૂલવાહનોનું ચેકિંગ કર્યું છે. આ તપાસ દરમ્યાન નિયમોનું ઉલ્લંઘન કરનાર 30 સ્કૂલ વાહનોને હજારોનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ નિયમોનું પાલન ન કરનાર સ્કૂલ વાન સંચાલકો સામે પગલા લેવામાં આવ્યા છે. 30 સ્કૂલોના વાહનચાલકોને 3થી15 હજારનો દંડ ફટકારાયો છે. જણાવી દઈએ કે નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડીટેન કરવામાં આવે છે. જેના બાદ વાહનને કોર્ટમાંથી છોડાવું પડે છે. વાહન ડિટેઈન કરાયા બાદ પ્રથમ વખત સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાયતો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે.
આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો:ડુમસ સરકારી જમીન કૌભાંડ મામલ કલેકટર સસ્પેન્ડ, 2 હજાર કરોડ સરકારી જમીનનું છે કૌભાંડ
