Gandhinagar News/ ગાંધીનગર ટાઈફોઈડના ભરડામાં… CM એક્શન મોડમાં અને મેયર ક્રિકેટમાં વ્યસ્ત!

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતા CM ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) બેઠક યોજી. મેયરની ગેરહાજરી અને બાળકોના મોત મામલે વિપક્ષના આક્ષેપોથી રાજકારણ ગરમાયું. જાણો સંપૂર્ણ અહેવાલ.

Top Stories Gandhinagar Gujarat
CM

CM Bhupendra Patel Meeting : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસોએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. એક તરફ રોગચાળો વકરી રહ્યો છે અને બીજી તરફ પ્રજાના પ્રતિનિધિઓની સંવેદનશીલતા સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરની સ્થિતિ જ્યારે નાજુક છે ત્યારે સત્તાધીશો અને વિપક્ષ સામસામે આવી ગયા છે.

CM Bhupendra Patelની ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગરની વકરતી જતી સ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ ટાઈફોઈડના કેસોની સમીક્ષા કરી અને અન્ય શહેરોમાં પણ તકેદારી રાખવા કડક સૂચના આપી છે. સરકાર હવે આ રોગચાળાને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પગલાં ભરી રહી છે.

 પ્રજા બીમારીમાં અને મેયર ક્રિકેટમાં!

જ્યારે ગાંધીનગરની જનતા ટાઈફોઈડના કારણે ભયભીત છે, ત્યારે શહેરના મેયર ભાવનગર ખાતે ક્રિકેટ રમવા પહોંચી ગયા હોવાની વિગતો સામે આવતા ચર્ચા જાગી છે. ડેપ્યુટી મેયર નટુજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, “રોગચાળો મહત્વનો છે પણ ક્રિકેટ અમે રમવાના છીએ.” તેમણે દાવો કર્યો કે 70 થી 75 ટકા રોગચાળો કાબૂમાં આવી ગયો છે, પરંતુ મેયરની આ ગેરહાજરી અને નેતાઓના નિવેદનો લોકોમાં રોષ જન્માવી રહ્યા છે.

વિપક્ષનો આક્ષેપ અને મ્યુનિસિપલ કમિશનરનો બચાવ

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ટાઈફોઈડના કારણે બે બાળકોના મોત થયા છે અને તેને લઈને મનપામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે આ દાવો નકારતા કહ્યું છે કે બાળકોના મોત ટાઈફોઈડથી થયા નથી.

શું છે વર્તમાન સ્થિતિ?

હાલમાં ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરી રહી છે. પીવાના પાણીના ટેસ્ટિંગ અને ક્લોરિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. પાટનગરની જનતા હાલમાં “રામ ભરોસે” હોય તેવી સ્થિતિ વચ્ચે આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્માર્ટ સિટી કે બીમાર સિટી? ગાંધીનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો

આ પણ વાંચો: દેશના સૌથી સ્વચ્છ શહેર Indoreમાં દૂષિત પાણીથી 8ના મોત !

આ પણ વાંચો: વસ્ત્રાપુર લેક મા પ્રદૂષિત પાણીનું સામ્રાજ્ય, વહીવટીતંત્રની બેદરકારી આવી સામે