Indore: દેશના સૌથી સ્વચ્છ શહેર Indore નો ભગીરથપુરા વિસ્તાર હાલમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. અહીં દૂષિત પાણી પીવાના કારણે આઠના મોત થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે મેયરે પોતે સાતના મોત સ્વીકાર્યા છે, જ્યારે સરકારી રેકોર્ડ તો ફક્ત ત્રણના મોતની જ વાત કરે છે. આ મામલે સીએમ મોહન યાદવે (CM Mohan Yadav) ગંભીર બેદરકારી કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
Indoreના રહેવાસીઓએ દાવો કર્યો છે કે દૂષિત પાણી પીવાથી થતી ઉલટી અને ઝાડાને કારણે ઇન્દોરમાં આઠ લોકોના મોત થયા છે, જોકે વહીવટીતંત્રે ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી છે. બુધવારે મેયર પુષ્યમિત્ર ભાર્ગવે સાત મૃત્યુ સ્વીકાર્યા.
Indoreના લોકોના જણાવ્યા અનુસાર, ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા પછી એક અઠવાડિયામાં છ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે. એક સમાચાર એજન્સીએ આરોગ્ય વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે નંદલાલ પાલ (70), ઉર્મિલા યાદવ (60) અને તારા કોરી (65) આ વિસ્તારમાં ઝાડાને કારણે મૃત્યુ પામ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારોને ₹2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર તમામ દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

Indoreમાં બે અધિકારી સસ્પેન્ડ, એક બરતરફ
એક અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશને પગલે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઝોનલ અધિકારી અને ભગીરથપુરામાં એક સહાયક ઇજનેરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે એક ઇન્ચાર્જ સબ-ઇજનેરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પાણીના પ્રદૂષણને કારણે થયેલા મૃત્યુના આરોપોની તપાસ માટે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

Indoreમાં શૌચાલય નીચે મળી આવ્યું લીકેજ
શહેર કમિશનર દિલીપ કુમાર યાદવે જણાવ્યું કે Indoreનાભગીરથપુરામાં શૌચાલયની ઉપર સ્થિત મુખ્ય પાણી પુરવઠા પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે આ લીકેજ દૂષિત પીવાનું પાણી હોઈ શકે છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ ભગીરથપુરામાં વર્મા હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ દૂષિત પાણી પીવાથી બીમાર પડેલા લોકોને મળ્યા હતા. દર્દીઓની તબિયત પૂછ્યા બાદ મીડિયા સાથે વાત કરતા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ભાજપના નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાણી ફક્ત દૂષિત જ નથી, પરંતુ ઝેરી છે, અને તેના કારણે ત્રણ લોકોના મોત થયા છે.
Indoreમાં વિપક્ષનું હલ્લાબોલ
તેમણે કહ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશને Indoreમાં પાણી પુરવઠા પર ₹2,200 કરોડ ખર્ચ્યા છે, છતાં પણ લોકો ઝેરી પાણી પીવા માટે મજબૂર છે. કયા રાજકારણીઓ કોન્ટ્રાક્ટરો સાથે કમિશન શેર કરે છે તે ઓળખવું મહત્વપૂર્ણ છે. જાનહાનિ માટે જવાબદાર લોકો સામે કેસ દાખલ કરવા જોઈએ.
કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે ઇન્દોર કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે FIR દાખલ કરશે. જીતુ પટવારીએ પ્રાદેશિક ધારાસભ્ય અને શહેરી વહીવટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જનતાએ તમને બધું આપ્યું છે, તમે તેમને ગંદુ પાણી કેમ પીવડાવી રહ્યા છો?” તેમણે નર્મદા નદીમાં ગટરના પાણીના ભેળવવાના ઘટનાક્રમને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા નીલાભ શુક્લાએ આરોપ લગાવ્યો કે વહીવટીતંત્ર દૂષિત પીવાના પાણીની ઘટનામાં પોતાની જીવલેણ બેદરકારી છુપાવવા માટે મૃત્યુની સાચી સંખ્યા છુપાવી રહ્યું છે. તેમણે કહ્યું, “દૂષિત પીવાના પાણીની ઘટનાએ દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરની છબી ખરડાઈ છે, પરંતુ કાર્યવાહીના નામે ફક્ત કોસ્મેટિક પગલાં લેવામાં આવી રહ્યા છે.”
આગામી દિવસોમાં આ આઠના મોતને લઈને રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આઠના મોતના કારણે લોકોમાં આક્રોશની લાગણી છે. લોકોનું માનવું છે કે સરકારની બેદરકારીના કારણે અને તેણે કામ જેને સોંપ્યુ તે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ મોત થયા છે. આ પ્રકારે લીકેજ થાય અને તેમા શૌચાલયનું પાણી ભણી જાય તેની જવાબદારી કોની છે. આખી ઘટનાના પગલે ઇન્દોરનું તંત્ર પણ નિંદ્રામાંથી જાગ્યું છે. તેણે આખા વોર્ડની તપાસ કરતાં 1,200 ઘરોમાંથી 700થી પણ વધુ લોકો બીમાર મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. આ બધાને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.
