Ahmedabad News/ સાબરમતી નદીનું દૂષિત પાણી, કેમિકલ માફિયાઓ બેફામ રવૈયો

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં છોડી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી આજે ઔદ્યોગિક પ્રદૂષણનો ભોગ બની રહી છે. વટવા, નારોલ, નરોડા, અને બહેરામપુરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી ફેક્ટરીઓ દ્વારા ટ્રીટમેન્ટ વિના જ કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી આ પ્રદૂષણનું પ્રમાણ એટલું વધી ગયું છે કે સાબરમતીનું પાણી ઝેરી બની ગયું છે, જે નદીના જળચરો અને આસપાસના પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યું છે.

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહી છે. પર્યાવરણવિદ સ્વપ્નિલ સોનીના જણાવ્યા અનુસાર, નદીમાંથી લેવાયેલા પાણીના નમૂનાઓમાં યલો, બ્લેક, ગ્રીન અને રેડ જેવા વિવિધ રંગો જોવા મળ્યા છે, જે ઝેરી કેમિકલ્સની હાજરી દર્શાવે છે. આ નમૂનાઓનું લેબોરેટરી પરીક્ષણ ચાલી રહ્યું છે, જેના પરિણામો નદીની ગંભીર સ્થિતિને ઉજાગર કરે તેવી શક્યતા છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. એવા આરોપો છે કે અધિકારીઓની મિલીભગતને કારણે કેમિકલ માફિયા બેફામ બન્યા છે. GPCBએ ગયા વર્ષે 30 ફેક્ટરીઓને બંધ કરવાની નોટિસ આપી હતી, પરંતુ આ ફેક્ટરીઓ હજુ પણ ગેરકાયદેસર રીતે પ્રદૂષણ ફેલાવી રહી હોવાનું જણાય છે. બીજી તરફ, AMC અને GPCB એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે પ્રદૂષણ રોકવાની કોઈ નક્કર કામગીરી થઈ રહી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી છોડાયું, નદી પટના ગામોને અપાયું એલર્ટ

આ પણ વાંચો:સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને કોર્પો.ની હાઇકોર્ટે કાઢી ઝાટકણી

આ પણ વાંચો:સાબરમતી નદીના પટ્ટમાં દારૂની ભઠ્ઠીઓ પકડાઇ, ક્રાઇમબ્રાંચની મોટી કાર્યવાહી