રાજકોટ,
રાજકોટમાં ડીસીપી રવિમોહન સૈનીએ શ્યામ રાજાણી મુદ્દે અને મયુર મોરીને માર મારવાને મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેને મીડિયા સમક્ષ હાજર કર્યો હતો.
પોલીસે મયુર મોરીને લોકેશન દ્વારા શોધી કાઢ્યો હતો અને તેની સધન પૂછપરછ કરી હતી. 23 દિવસ બાદ તેનું લોકેશન મળી આવ્યું હતું.
વીડિયોની જાણ થઇ ત્યારે મયૂર કચ્છમાં હતો. શ્યામ રાજાણી, રાજુ અને રાહુલની અટકાયત કરાઇ છે, શ્યામના છુડાછેડાને બન્ને વચ્ચે બબાલ થઇ હતી. મયૂર કચ્છની સિમેન્ટમાં કામ કરતો હતો.
સોમનાથ, જૂનાગઢ સહિત જગ્યાએ મયૂર ફરતો હતો. ઇન્ટેલિજન્સના આધારે મયૂર મળ્યો છે. શ્યામ ખોટા સર્ટિફિકેટના આધારે પ્રેક્ટિસ કરતો હતો. શ્યામ મારા પર દબાણ કરતો હતો તેમ મયૂરે જણાવ્યું છે.
સીસીટીવી કેમેરામાં મેં ફોટો લીધો હતો. મારી પાસે શ્યામ વિરૂધ્ધ સબૂત હતા મને ફોન કરીને બોલાવ્યો હતો તેમ પણ મયૂરે કહ્યું છે. ચાર વર્ષથી મને પગાર આપતાં ન હતાં અને કારમાં મારી ઉપર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે.
મયૂર મકવાણાએ મને કંરટ આપીને અને ગોડાઉન પર પણ મારી નાખવાની ધમકી આપી હતી. તેમ મયૂરે કહ્યું છે. મે અફેરનો વીડિયો આપવાનો દાવો કર્યો હોવાથી મને માર માર્યો છે. હું કચ્છથી ભાગી ગયો હતો.
