કર્ણાટકના હુબલી શહેરની સીમમાં પેસેન્જર બસ અને એક લારી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા જેમાં સાત લોકોના મોત થયા હતા અને 26 લોકો ઘાયલ થયા છે, એમ સમાચાર એજન્સી ANIએ જણાવ્યું હતું. બંને વાહનોના ચાલકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.ઘાયલોને હુબલીની KIMS હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે,પોલીસના જણાવ્યા અનુસાર પેસેન્જર બસ કોલ્હાપુરથી બેંગ્લોર જઈ રહી હતી.આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને ફરિયાદ નોંધવામાં આવી છે.
રાતના લગભગ 12:30 થી 1 વાગ્યાના સમયે ધારવાડ તરફ જઈ રહેલી લારી સાથે બસ અથડાઈ ત્યારે બસ ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.અકસ્માતની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તે જ સમયે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે FIR નોંધી છે. વધુ તપાસ હાથ ધરી ઠે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ કર્ણાટકના ધારવાડ જિલ્લામાં વધુ એક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે કાર બેલેન્સ ગુમાવીને ઝાડ સાથે અથડાઈ હતી. તમામ લોકો લગ્નમાં હાજરી આપીને પાછા ગામ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ પણ થયા છે.
