અમદાવાદ/ આ કંપનીના કેમિકલયુક્ત પાણીથી લોકોના હાલ-બેહાલ, સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ પણ સ્થિતિ જૈસે થે

કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે..જેથી આજુ-બાજુના દરેક ગામમાં પીવાનું પાણી પણ દુષિત થઈને કેમિકલવાળું આવી રહ્યું છે.

Gujarat Others
પાણી

સાણંદ તાલુકાના ડરણ-લોદરિયાળ ગામ નજીક સર્વે 47 – 48 પૈકી સબ પ્લોટમાં દિશમાન ફાર્માસ્યુટીકલ કંપની આવેલી છે.જે છેલ્લા ઘણા વર્ષથી ચોમાસાના વરસાદી પાણીના આડમાં કેમિકલનું પાણી કોઈપણ રોકટોક વગર મનફાવે તેમ વેસ્ટ વોટર સતત છોડી રહી છે.જેને કારણે આજુ-બાજુના ગામના લોકો કંપનીથી ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે.ગ્રામજનોએ થોડા દિવસો પહેલા કંપની આગળ પાળો બાંધી દીધો હતો પણ રાજકીય આગેવાનો સાથે સ્થાનિક પોલીસ આવતા જ હંગામી સમાધાન કરીને પાળો તોડી કાઢ્યો હતો. તેથી એવું લાગી રહ્યું છે કે, સરકારના ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ જ કડક પગલાં લેવામાં આવતા નથી. પણ જ્યારે આજુ-બાજુના ગામલોકો સાથે વાતચીત કરી ત્યારે જણાવ્યું હતું કે, કંપનીના આ કેમિકલ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા બધા વર્ષોથી ચાલી રહ્યો છે આને કારણે ખેતરના પાકમાં ભારે નુકસાન થઈ રહ્યું છે.જમીન બંજર બનતી જાય છે. તથા રાતના સમયે કંપની દ્વારા ઝેરી ગેસ છોડવામાં આવે છે. તેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ પડી રહી છે. અને કંપની દ્વારા કંપનીની અંદર જ બોરિંગ બનાવવામાં આવ્યા છે.તેમાં કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે..જેથી આજુ-બાજુના દરેક ગામમાં પીવાનું પાણી પણ દુષિત થઈને કેમિકલવાળું આવી રહ્યું છે.તેથી ગામના લોકો બીમાર પણ થઈ રહ્યા છે.અને આરોગ્ય પણ બગડી રહ્યું છે. સાથે સાથે જો પશુઓ પાણી પીવે છે તો પશુનું મૃત્યુ પણ થાય છે.

આ અંગે કંપની પાસે રહેતા દશરથભાઈએ જણાવ્યું હતું કે તેમની બંને ગાયનું મૃત્યુ કેમિકલવાળું પાણી પીવાથી થયું છે.તેમજ તેમના પાણીના બોરીગમાં પણ કેમિકલવાળું પાણી આવી રહ્યું છે. તે સંદર્ભમાં સાણંદ મામલતદારને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી કોઈ જ પગલાં લેવાયા નથી. સામાજિક કાર્યકર કનુભાઈ ચૌહાણ દ્વારા ગામમાં કેમિકલ પાણીની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીને લેખિતમાં રજુવાત કરવામાં આવી છે.પરંતુ લેખિત રજૂઆતો પણ કોઈ સાંભળતું નથી.

આ પાણીને લીધે ખેતરમાં ખેડૂતોને પગ ઉપર ખરાબ પાણી અડવાથી ચામડીના રોગો થઈ રહ્યા છે. અને તળાવની માછલીઓ અને પાણીજન્ય જીવજંતુઓ મરી રહ્યા છે. આને કારણે કંપની લોકોના આરોગ્ય સાથે પણ છેડા કરી રહી છે. અને સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. આ મામલે જો ખેડૂતો તેમના પ્રશ્નોની રજુઆત કરવા જાય તો કોઈ જ સમસ્યા સાંભળવામાં આવતી નથી.અરજદારને કંપની દ્વારા રાજકારણ તથા પોલીસને સહારે દબાવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી કરીને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવશે કે નહીં?

આ પણ વાંચો:મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે, તેમણે લગ્ન માટે કર્યુ છે ધર્મ પરિવર્તન

આ પણ વાંચો:નોઈડાના ટ્વીન ટાવર્સમાં ‘કુંડલી ભાગ્ય’ અભિનેતાના હતા બે ફ્લેટ, કહ્યું- આ ઉંમરે પપ્પા

આ પણ વાંચો:સલમાન ખાનની આ હરકતના લીધે ચાહકો ઉડાવી રહ્યા છે તેની મજાક, જોઇને તમે પણ…