રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે 300થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 348 કેસ સામે આવ્યા છે. તે જોતાં બહુ જલ્દી થી 400 થી નજીક આંકડો પહોંચી જશે તેમ લાગી રહ્યું છે.તો આ દરમિયાન 294 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે આજે એકપણ દર્દીઓના મૃત્યુ થયા નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 67 હજાર 767 કેસ નોંધાયા છે.
Chamoli / ઉત્તરાખંડના ચમોલીમાં ગુમ થયેલાં 136 લોકોને રાજ્ય સરકારે મૃત જાહેર કર્યા

આક્રોશ / સુરતમાં કોંગ્રેસની શરમજનક હારથી કાર્યકર્તાઓનો રોષ ભભૂક્યો, આ સિનિયર નેતાઓના પૂતળા સળગાવ્યા
ગુજરાતમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે. મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. પ્રજાની ભીડ જોવા મળી રહી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 69 કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 67, સુરત શહેરમાં 61, રાજકોટ શહેરમાં 44 કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં 9 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 8, રાજકોટ ગ્રામ્ય 7, કચ્છ 7. આણંદ 6, ખેડા 6, મહીસાગર 6, અમદાવાદ ગ્રામ્ય 5, ગીર સોમનાથ 5, સુરત ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.

CM / ઐતિહાસિક જીત બદલ આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં, અભિવાદન સભામાં સજોડે રહેશે ઉપસ્થિત
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1786 છે. જેમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 261575 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના લીધે 4406 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 97.69 ટકા પહોંચી ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
