Surat News/ સુરતના હીરા કારખાનામાં મેનેજર પર હુમલાનો આરોપ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરા કારખાનામાં મેનેજર પર હુમલો (Attack)થયાનો મામલો સામે આવ્યો છે

Gujarat Surat
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરા કારખાના (Diamond Factory)માં મેનેજર પર હુમલો (Attack)થયાનો મામલો સામે આવ્યો છે

Surat News : સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરા કારખાના (Diamond Factory)માં મેનેજર પર હુમલો (Attack)થયાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, કારખાનામાં શિસ્ત અને હાજરીના નિયમોનું પાલન કરાવવા મુદ્દે થયેલા વિવાદ બાદ બે ભાઈઓએ મેનેજરને બાથરૂમમાં બોલાવી હુમલો (Attack)કર્યો હતો. સમગ્ર ઘટના કારખાનાના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

હાજરી અને કામની શિસ્ત મુદ્દે ચાલતો હતો વિવાદ

ફરિયાદ અનુસાર, મેનેજર ગૌતમ ઇટાલીયા કારખાનામાં કર્મચારીઓ પાસેથી નિયમિત હાજરી અને નિયમબદ્ધ કામગીરીની અપેક્ષા રાખતા હતા. આરોપી કર્મચારી અંકુશ આલ્ગોતરને આ બાબતે અનેક વખત સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હોવાનું જણાવાયું છે.

બાથરૂમમાં બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે અંકુશે પોતાના ભાઈ જયને કારખાનામાં બોલાવ્યો હતો. ત્યારબાદ મેનેજરને બાથરૂમમાં બોલાવી બંનેએ તેમની સાથે ઝઘડો કર્યો અને મારપીટ કરી. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

CCTV Footage તપાસમાં મહત્વનું પુરાવું

ઘટનાના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. ફૂટેજના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફૂટેજ કબજે કરીને અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભોગ બનનાર મેનેજરની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે બંને આરોપી ભાઈઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ ટીમ કાર્યરત છે.


આ પણ વાંચો :વનકર્મી હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત, 7 વર્ષની જેલ અને ₹25 હજાર દંડ

આ પણ વાંચો : કિંજલ રબારી-અશોક ચૌધરી વિવાદમાં નવો વળાંક: છૂટાછેડાના દસ્તાવેજો પર સહીનો ઇનકાર, હુમલાના પ્રયાસની ફરિયાદ

આ પણ વાંચો : ખેડાના માતરમાં ફાયરિંગના આક્ષેપથી ખળભળાટ, નિવૃત્ત PSIના ઘરે હુમલાની ફરિયાદ