Tapi News : તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણ તાલુકાના નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાને ખેતીની જમીનની એન્ટ્રી કરવા બદલ ₹25 હજારની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ખેતીની જમીનની એન્ટ્રી (Land Entry)ની પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ આરોપી અધિકારીએ જાગૃત નાગરિક પાસેથી ₹25 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ અંગે ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવ્યો હતો.
લાંચ (Bribe)ની રકમ સ્વીકારતા જ ACBની ટીમે રંગેહાથ ઝડપી લીધો
ટ્રેપ દરમિયાન આરોપી નાયબ મામલતદાર લાંચ (Bribe)ની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ઘટનાસ્થળેથી લાંચની સંપૂર્ણ રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા
