Vadodara News/ વડોદરામાં લાંચ લેતા ASI ઝડપાયો, મહિલા PSI સામે કાર્યવાહી

ફરિયાદીને હેરાન ન કરવા અને જામીન પ્રક્રિયામાં મદદરૂપ થવાના બહાને શરૂઆતમાં ₹25 હજારની લાંચ (Bribe) સ્વીમાગવામાં આવી હતી

Gujarat Vadodara
વડોદરા (Vadodara)ના માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલી વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI જયકિશન ગામેતીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ₹10 હજારની લાંચ (Bribe) સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે

Vadodara News : વડોદરા (Vadodara)ના માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલી વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI જયકિશન ગામેતીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ₹10 હજારની લાંચ (Bribe) સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલામાં સંડોવણી સામે આવતા મહિલા PSI મલ્લિકા પરમાર અને ASI જયકિશન ગામેતીને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

ફરિયાદીને હેરાન ન કરવા લાંચની માંગણી

માહિતી મુજબ, 1 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના કેસની તપાસ મહિલા PSI મલ્લિકા પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાન ન કરવા અને જામીન પ્રક્રિયામાં મદદરૂપ થવાના બહાને શરૂઆતમાં ₹25 હજારની લાંચ (Bribe) સ્વીમાગવામાં આવી હતી. બાદમાં બંને પક્ષ વચ્ચે ₹10 હજાર પર સમજૂતી થઈ હતી.ફરિયાદીને આ રકમ ASI જયકિશન ગામેતીને આપવાનું જણાવાયું હતું.

ACBએ ગોઠવેલી ટ્રેપ સફળ રહી

લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ માંજલપુર (Manjalpur) વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. પૂર્વનિર્ધારિત યોજના મુજબ ફરિયાદીએ ASIની કારના ડેશબોર્ડ પર ₹10 હજાર મૂકતા જ ACBની ટીમે ASI જયકિશન ગામેતીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ASIના એક દિવસના રિમાન્ડ મંજૂર

ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ACBને એક દિવસના રિમાન્ડ મળ્યા છે. તપાસ દરમિયાન આરોપી અધિકારી તરફથી પૂરતો સહકાર મળી રહ્યો નથી. લાંચ (Bribe)ની રકમમાં તેનો કેટલો હિસ્સો હતો અને મહિલા PSI ક્યાં છે તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી.

અંગઝડતીમાં વધારાના ₹48 હજાર મળ્યા

ASI જયકિશન ગામેતીની અંગઝડતી દરમિયાન તેની પાસેથી વધારાના ₹48 હજાર રોકડા મળી આવ્યા હતા. આ નાણાંનો સ્ત્રોત શું છે તે અંગે સંતોષકારક જવાબ ન મળતા ACB હવે તપાસ કરી રહી છે કે આ રકમ અન્ય કોઈ લાંચના કેસ સાથે સંકળાયેલી છે કે નહીં.

મહિલા PSI મલ્લિકા પરમાર ફરાર

ACBમાં ગુનો નોંધાયા બાદ મહિલા PSI મલ્લિકા પરમાર પોતાની ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયા છે. ACBની ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ ઘર બંધ મળી આવ્યું હતું. હાલ તેમની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

તપાસ ચાલુ

ACB સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. લાંચ પ્રકરણમાં અન્ય કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા