Kheda News/ ખેડામાં કેનાલ બાદ સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના નમૂના રૂપ ચેકડેમનું કૌભાંડ

ખેડામાં કેનાલ બાદ હવે સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના નમૂના રૂપ ચેકડેમનું કૌભાંડ બહાર આવતા હોબાળો મચી ગયો છે. વરાસી નદીમાં સિંચાઈ વિભાગે ભૂગર્ભમાં ચેકડેમ બનાવ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News

Kheda News: ખેડામાં કેનાલ બાદ હવે સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના નમૂના રૂપ ચેકડેમનું કૌભાંડ બહાર આવતા હોબાળો મચી ગયો છે. વરાસી નદીમાં સિંચાઈ વિભાગે ભૂગર્ભમાં ચેકડેમ બનાવ્યો હતો. પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલો ચેકડેમ માટીમાં જ દફન થઈ ગયો હતો. એક વર્ષ પહેલા 2.85 કરોડ રૂપિયાના ખર્ચે ચેકડેમ પાણીમાં જતા પ્રજાના રૂપિયાનો જબરદસ્ત વેડફાટ થયો છે.

આમ પામીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવેલો ચેકડેમ પોતે જ પાણીનો સંગ્રહ કરી શક્યો નથી. સિંચાઈ વિભાગે તેની બુદ્ધિનું દેવાળું ફૂંકીને નદીમાં ચેકડેમ બનાવ્યો હતો. આ પહેલા 20 વર્ષ અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે પણ નિષ્ફળ ગયો હતો. સિંચાઈ વિભાગે નદીના મૂળ તળથી પણ નીચે ચેકડેમ બનાવ્યો હતો.

આ ચેકડેમ નિષ્ફળ જતાં વરાસી નદીકાંઠાના કપડવંજ સહિતના 50 ગામો પર જળસંકટ આવ્યું છે. નવો ચેકડેમ નહીં બને તો જળસ્તર નીચા જવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી સમયમાં 50 ગામોના ખેડૂતો પાણી માટે વલખા મારે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિંચાઈ વિભાગની ગાંધીનગરની ટીમો કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. હવે જો લોકોને ભર ચોમાસે તરસ્યા ન રાકવા હોય તો વહેલામાં વહેલી તકે રાજ્ય સરકારે આ દિશામાં પગલું ભરવું જરૂરી થઈ પડે છે.

તેની સાથે વર્તમાન ચેકડેમ શા કારણસર નિષફળ ગયો તેની તપાસ કરવી પણ જરૂર થઈ પડે તેમ છે. તેના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. આમ થશે તો આગામી સરકારી યોજનામાં કોઈ ભ્રષ્ટાચાર કરવાની હિંમત નહી કરે, પણ જો આમ ન થયું તો પછી જે પણ સરકારી યોજના આવશે તેમા ભ્રષ્ટાચાર થયા વગર તો રહેશે જ નહીં.


આ પણ વાંચો : ખેડાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે વિખવાદ, રિચાર્જ બોર મામલે વિવાદ ગરમાયો

આ પણ વાંચો : નડિયાદના સખી સેન્ટર પર ગંભીર આક્ષેપ: યુવતીને ધર્માંતરણ અને લગ્ન માટે દબાણ કરાતું હોવાનો પરિવારનો દાવો

આ પણ વાંચો : કપડવંજમાં ઘરકંકાસમાં આખો પરિવાર ખતમ, નહેરમાં ઝંપલાવીને 4 લોકોએ જીવન ટૂંકાવ્યું