Kheda News/ નડિયાદના સખી સેન્ટર પર ગંભીર આક્ષેપ: યુવતીને ધર્માંતરણ અને લગ્ન માટે દબાણ કરાતું હોવાનો પરિવારનો દાવો

Nadiad Sakhi One Stop Center પર પરિવારના ગંભીર આક્ષેપ… યુવતીને ધર્માંતરણ માટે દબાણ કરાતું હોવાનો દાવો

Top Stories Gujarat Others Breaking News
Nadiad Sakhi One Stop Center પર ધર્માંતરણના આક્ષેપ

Kheda News: ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર (Nadiad Sakhi One Stop Center) હાલમાં ભારે વિવાદમાં સપડાયું છે. એક યુવતીના પરિવારજનોએ સેન્ટર પર ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારનો આરોપ છે કે યુવતીને સમજાવવાને બદલે તેને અન્ય ધર્મના યુવક સાથે લગ્ન અને ધર્માંતરણ (Religious conversion) માટે માનસિક રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી હતી.

માહિતી મુજબ, નડિયાદની એક યુવતી અમદાવાદમાં ખાનગી નોકરી કરતી હતી. ત્યાં તેની ઓળખ એક ખ્રિસ્તી યુવક સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ પરિવાર સામે લગ્નનો પ્રસ્તાવ મૂકતાં ધર્મ અલગ હોવાના કારણે પરિવારે વિરોધ કર્યો હતો. ઘરમાં વિવાદ વધતાં યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ અભયમની ટીમ યુવતીને નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટર (Nadiad Sakhi One Stop Center) ખાતે લઈ ગઈ હતી. અહીંથી સમગ્ર વિવાદ શરૂ થયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.યુવતીના પિતાનો આરોપ છે કે સેન્ટરના કર્મચારીઓ દ્વારા સતત ફોન કરીને યુવકને “પરફેક્ટ” ગણાવી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. સાથે જ કાઉન્સિલિંગ દરમિયાન યુવતી પાસેથી શંકાસ્પદ રીતે સહીઓ લેવાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

Nadiad Sakhi One Stop Center પર ગંભીર આક્ષેપ!

પરિવારના વકીલ અને સામાજિક કાર્યકર કેતન પટેલે વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે સેન્ટર (Nadiad Sakhi One Stop Center)માં કાર્યરત કેટલીક મહિલાઓ હિન્દુ યુવતીઓને અન્ય ધર્મમાં લગ્ન કરવા માટે પ્રેરિત કરતી હોવાનું તેમને લાગ્યું હતું. તેમણે ખાલી ફોર્મ પર સહી લેવાઈ હોવાના મુદ્દે પણ કાયદાકીય વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે પરિવાર યુવતીને લેવા સેન્ટર પહોંચ્યો ત્યારે યુવતીએ પરિવાર સાથે જવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સેન્ટર બહાર ભારે હોબાળો સર્જાયો હતો.

આ મામલે મહિલા અને બાળ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે યુવતી પુખ્ત વયની હોવાથી તેની મરજીને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવતી પોતાની ઈચ્છાથી પરિવાર સાથે જવા તૈયાર હશે તો તેને સોંપવામાં આવશે, નહીં તો કાયદાકીય જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી થશે.

હાલ સમગ્ર મામલે નડિયાદ અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી સેન્ટરોની કામગીરી કેટલી પારદર્શક અને તટસ્થ છે.


આ પણ વાંચો:ગેરકાયદે ધર્માંતરણ મામલે મોટી કાર્યવાહી, સરકારી સ્કૂલના આચાર્ય રામજી ચૌધરી સસ્પેન્ડ

આ પણ વાંચો:ધર્માંતરણ અને હિંદુઓની ઘટતી સંખ્યાને લઈ નીતિન પટેલે ધોકો પછાડ્યો

આ પણ વાંચો:ધર્માંતરણની આડમાં ભારતમાં તૈયાર થઈ રહી હતી ISI ની લેડી બ્રિગેડ, જાણો પાકિસ્તાનના ષડયંત્રનો કેવી રીતે થયો પર્દાફાશ?