Surat News/ ગેરકાયદે ધર્માંતરણ મામલે મોટી કાર્યવાહી, સરકારી સ્કૂલના આચાર્ય રામજી ચૌધરી સસ્પેન્ડ

સુરતના માંડવીમાં ગેરકાયદે ધર્માંતરણ મામલે સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરી સસ્પેન્ડ, TDOને તપાસના આદેશ.

Gujarat Top Stories Surat
TDO

Surat Conversion Case: સુરત જિલ્લાના માંડવી પંથકમાં સરકારી શાળાની આડમાં ગેરકાયદે ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના ગંભીર મામલે શિક્ષણ વિભાગે કડક પગલું ભર્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) ડૉ. અરુણ અગ્રવાલે મુખ્ય આરોપી સરકારી સ્કૂલના આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને કડક આદેશો આપવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આચાર્ય રામજી ચૌધરી સરકારી કર્મચારી હોવા છતાં નિયમોનો ભંગ કરી ટ્રસ્ટ બનાવીને પાસ્ટર ગ્રૂપ સાથે જોડાઈ ધર્માંતરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. આ બાબત શિક્ષણ વિભાગ સુધી પહોંચતા જ તેને અત્યંત ગંભીર ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

શાળામાં ચાલતી ગતિવિધિઓની TDO કરશે તપાસ

DPEO ડૉ. અરુણ અગ્રવાલે જણાવ્યું કે TDO દ્વારા તપાસ કરવામાં આવશે કે શાળાના પરિસરમાં અથવા શાળા સમય દરમિયાન કોઈ ધાર્મિક પ્રચાર કરવામાં આવ્યો હતો કે નહીં. ઉપરાંત, શાળાના સાધનો, હોદ્દા અથવા સરકારી સત્તાનો દુરુપયોગ ધર્માંતરણ માટે થયો છે કે કેમ, તેમજ વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ પર કોઈ ચોક્કસ ધર્મ અપનાવવા દબાણ કરવામાં આવ્યું હતું કે નહીં, તે તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે.

TDO

વોટ્સએપ ગ્રુપથી ધર્માંતરણ (Conversion)નું નેટવર્ક

આચાર્ય રામજી ચૌધરીની કરતૂતોનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે. રિપોર્ટમાં ઉલ્લેખ છે કે રામજી ચૌધરી પાસ્ટર બનીને માંડવી અને તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં WhatsApp ગ્રુપ મારફતે ગેરકાયદે ધર્માંતરણનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા. સરકારી પગાર લેતા કર્મચારી દ્વારા ધાર્મિક પ્રચાર કરવો એ સરકારી સેવાના નિયમોનો સીધો ભંગ હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

અન્ય શિક્ષકોની ભૂમિકાની પણ તપાસ

આ મામલે પોલીસે રામજી ચૌધરી ઉપરાંત અન્ય એક શિક્ષક ગુરજી વસાવા અને પાસ્ટર નવીન ચૌધરીની પણ અટકાયત કરી છે. હવે શિક્ષણ વિભાગે બનાવેલી સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે કે આ ‘પાસ્ટર ગ્રૂપ’માં જિલ્લામાં અન્ય કેટલા સરકારી શિક્ષકો સંડોવાયેલા છે.

વધુ કડક કાર્યવાહી શક્ય

TDOનો રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં વધુ કડક શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સરકારી તંત્રમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે કે અસંવિધાનિક પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત પોલીસનો સખ્ત સંદેશ, “કાયદામાં રહેશો, તો ફાયદામાં રહેશો”, ગુનાખોરી સામે તવાઈ

આ પણ વાંચો: સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે દુકાનદાર પર ઉપાડયો હાથ

આ પણ વાંચો: સુરતમાં ફરી વાર નકલીનો કારોબાર, નકલી કોસ્મેટિક ક્રીમ બનાવતું કારખાનું ઝડપાયું