Not Set/ ભાવ વધારાનો મારો, બે મહિનામાં ફુગાવો વધીને થયો 5.13%

હોલસેલ પ્રાઈસના આધારે ફુગાવો(ઇન્ફલેશન) બે મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં વધીને 5.13% થઇ ગયો હતો. આ થવા પાછળ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને ફૂડનાં ભાવમાં થયેલો વધારો જવાબદાર છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો ગયાં વર્ષે ઓગસ્ટમાં 4.53% હતો અને સપ્ટેમ્બરમાં 3.14% હતો. ગવર્નમેન્ટ દ્વારા સોમવારે રીલીઝ કરાયેલા ડેટા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઈસના આધારે ફુગાવો […]

Top Stories India

હોલસેલ પ્રાઈસના આધારે ફુગાવો(ઇન્ફલેશન) બે મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બરમાં વધીને 5.13% થઇ ગયો હતો. આ થવા પાછળ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને ફૂડનાં ભાવમાં થયેલો વધારો જવાબદાર છે.

હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો ગયાં વર્ષે ઓગસ્ટમાં 4.53% હતો અને સપ્ટેમ્બરમાં 3.14% હતો.

ગવર્નમેન્ટ દ્વારા સોમવારે રીલીઝ કરાયેલા ડેટા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં હોલસેલ પ્રાઈસના આધારે ફુગાવો 5.13% હતો. જયારે ઓગસ્ટ મહિનામાં 4.53% હતો. સપ્ટેમ્બર મહિનામાં બટેટામાં ફુગાવો 80.13% રહ્યો જયારે ડુંગળી અને ફ્રુટમાં ફુગાવો 25.23% ઘટ્યો હતો.

ગયાં અઠવાડિયે રીલીઝ થયેલા ડેટા મુજબ રીટેલમાં ફુગાવો 3.69% વધીને સપ્ટેમ્બર મહિનામાં 3.77% રહ્યો હતો. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મોનીટરી પોલીસી બનાવતી વખતે રીટેલ ઇન્ફલેશન ડેટાને ધ્યાનમાં લે છે.