Ahmedabad News/ અમદાવાદમાં દિવ્યાંગ બાળકની માતા પોશ વિસ્તારમાં પ્રેમી સાથે કઢંગી સ્થિતિમાં પકડાઈ

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેને કોઈ સીમાડા નડતાં નથી, પરંતુ હવે તો જાણે પ્રેમ લગ્ન બહારના સંબંધોમાં જ ફૂલીફાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના પોશ વિસ્તારની હોટેલના એક રૂમમાં દસ વર્ષના દિવ્યાંગ બાળકની માતા કઢંગી હાલત મા તેના બસ ડ્રાઇવર પ્રેમી સાથે રંગે હાથ પકડાઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
પરીણિત મહિલા પ્રેમી સાથે કઢંગી સ્થિતિમાં પકડાઈ

Ahmedabad News: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેને કોઈ સીમાડા નડતાં નથી, પરંતુ હવે તો જાણે પ્રેમ લગ્ન બહારના સંબંધોમાં જ ફૂલીફાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના પોશ વિસ્તારની હોટેલના એક રૂમમાં દસ વર્ષના દિવ્યાંગ બાળકની માતા તેના બસ ડ્રાઇવર પ્રેમી સાથે રંગે હાથ પકડાઈ હતી. આ વાત આખા વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળું એકત્રિત થઈ ગયું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ બસના ડ્રાઇવરને પાઠ પણ ભણાવ્યો હતો.

પ્રેમી ઑ કઢંગી હાલત મા પકડાયા

આ ઘટના બતાવે છે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. માનવ સ્વભાગગત લાગણીઓનું સ્થાન જાણે હવે પ્રાણીજન્ય પ્રકૃતિ લઈ રહી હોય તેવી સ્થિતિ છે. સભ્યતાના બધા જ અંચળા જાણે ઉતરી રહ્યા છે અને માનવ સંસ્કૃતિ જાણે ફક્ત માનવ સંસ્કૃતિ ન રહેતા પ્રાણીજન્ય આવેગો સાથે સ્પર્ધામાં ઉતરી લાગે છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મહિલા જેની સાથે કઢંગી હાલતમાં પકડાઈ તે યુવક AMTSનો બસ ડ્રાઇવર છે અને સ્ત્રી વારંવાર બસમાં મુસાફરી કરતી હતી. તેના કારણે બંને પ્રેમમાં પડ્યા હતા. જ્યારે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે માતા તેના બોયફ્રેન્ડ સાથે ડબલ બેડમાં કઢંગી સ્થિતિમાં જોવા મળી હતી.

જો કે મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેણે ભીડને શાંત કરી હતી અને ઘટનાસ્થળથી દૂર કરી હતી. તેના પછી મહિલા અને પ્રેમીને કપડા પહેરીને રૂમની બહાર આવવા જણાવ્યું હતું. તેના પછી તેમની પૂછપરછ કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે એએમટીએસમાં મુસાફરી કરતી વખતે તે ડ્રાઇવરના સંપર્કમાં આવી હતી. તેના પગલે બંને વચ્ચે પ્રેમના ફણગા ફૂટયા હતા.

મહિલાના આ પ્રેમપ્રકરણની જાણ તેના કુટુંબને થતાં તેઓએ પણ આબરૂ જવાના બીકે કોઈ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું છે. તેની સામે તેના પ્રેમીના પક્ષે પણ આગળ વાત વણસે નહીં તે માટે બધું અહીં જ આટકાવવાનું નક્કી કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં યુવતીને 16 વર્ષના કિશોર સાથે થઈ ગયો પ્રેમ! અપહરણ કર્યુ અને પરત ફર્યા…

આ પણ વાંચો:  પંચમહાલમાં ભુવાએ પરિણીત પ્રેમિકાની કપટપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો: રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો આપઘાત, પ્રેમ પ્રકરણ મુદ્દે ઠપકો મળતાં પગલું ભર્યુ