Surat News/ સુરતમાં યુવતીને 16 વર્ષના કિશોર સાથે થઈ ગયો પ્રેમ! અપહરણ કર્યુ અને પરત ફર્યા…

21 વર્ષની યુવતીનું 16 વર્ષનાં કિશોર સાથે પ્રેમ થઈ જવાનું પ્રકરણ ખુલતા યુવતી અને કિશોરના માતાપિતા તેમજ પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) શહેરમાં વધુ એક યુવતીનું કિશોર સાથેનું પ્રેમ પ્રકરણ (Love Affair) સામે આવતા ચકચાર મચી ગઈ છે. 21 વર્ષની યુવતીને 16 વર્ષનાં કિશોર સાથે પ્રેમ થતાં તેનું અપહરણ (Kidnapping) કરી ફરાર થઈ ગઈ હતી. બે મહિના ફર્યા બાદ રૂપિયા ખૂટતા બંને સુરત પરત ફર્યા હતા. સુરતની લીંબાયત પોલીસે (Limbayat Police) યુવતીની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.

સુરત (Surat)માં થોડા દિવસો અગાઉ શિક્ષિકા 13 વર્ષનાં કિશોરને લઈ ભાગી જતા પોલીસ સહિત તમામ લોકો ચોંકી ગયા હતા. યુવતી ગર્ભવતી હોવાનું બાદમાં ખુલાસો થતાં તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ત્યારે શહેરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 21 વર્ષની યુવતીનું 16 વર્ષનાં કિશોર સાથે પ્રેમ થઈ જવાનું પ્રકરણ ખુલતા યુવતી અને કિશોરના માતાપિતા તેમજ પોલીસ પણ ચોંકી ઉઠી છે.

પોતાનાથી 6 વર્ષ નાના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડીને લઈ ગઈ હતી. કિશોર પર યુવતીને પોતાનું દિલ દઈ બેઠો હતો. 27 માર્ચના રોજ યુવતીએ રત્ન પ્રભા સોસાયટી નજીકથી કિશોરનું અપહરણ (Kidnapping) કર્યું હતું. કિશોર તેના ઘરેથી 25 હજાર રોકડા લઈને નીકળ્યો હતો. માસુમ કિશોર પણ યુવતીના પ્રેમમાં અંધ બનીને ચાલી નીકળ્યો હોવાનું ખુલ્યું છે. બે મહિના ફર્યા બાદ રૂપિયા ખૂટી રહેતા બંને સુરત પરત ફર્યા હતા. સુરતની લીંબાયત પોલીસે યુવતીને ડિટેન (Detain) કરી તપાસ હાથ ધરી છે.

અગાઉ સુરત (Surat)માં 23 વર્ષીય શિક્ષિકા દ્વારા 13 વર્ષીય સગીરનું અપહરણ કરી શોષણ કરાયાના પોક્સો (POCSO) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી માનસી નાઈનું મેડકલ ચેકઅપ કરાતા શિક્ષિકાને 5 માસનો ગર્ભ નીકળતા સનસનાટી મચી ગઈ હતી. આરોપીને 20 અઠવાડિયાનો ગર્ભ હોવાનું બહાર આવતા પોલીસએ આગળ તપાસ શરૂ કરી છે. પુણા પોલીસે આરોપી શિક્ષિકાનાં 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે શિક્ષિકાના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત (Surat) લાવવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ વિદ્યાર્થીને પોતાના પરિવારને સોંપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સુરક્ષિત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ શિક્ષિકા પુણાગામની હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. બાદમાં યુવતીનો ગર્ભપાત (Abortion) પણ કરાવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના મોડેલિંગ કરતી યુવતી લિવ-ઈનમાં હોવાની ચર્ચા

આ પણ વાંચો:સુરતમાં શિક્ષિકા ગર્ભવતી હોવાથી હતી અજાણ, વધુ ખુલાસા થવાની શક્યતા

આ પણ વાંચો:સુરતમાં મોડેલ આંચલ સીંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ