Surat News: સુરત (Surat)માં મોડેલ આંચલ સીંગ (Anchal singh) વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં મોડેલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેને મિતેષ જૈન નામના એક વેપારી અને તેના પરિવારને બદનામ કર્યા છે.
મોડેલ આંચલ સીંગ નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવી હતી અને ફોટા પોસ્ટ કર્યા હતા, જેનો આરોપ કાપડ ઉદ્યોગપતિ મિતેશ જૈનની પત્નીએ લગાવ્યો છે. ઉદ્યોગપતિ અને મોડેલ વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો અને ઉમરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
મોડેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નકલી ID બનાવી બિભત્સ લખાણ સાથે ફોટા પોસ્ટ કર્યા હતા અને ગયા વર્ષે વેપારીએ તેની ગર્લફ્રેન્ડ સાથે સામ-સામે થયેલી લડાઈ દરમિયાન ગોળીબાર કર્યો હતો, જેમાં વેપારી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. તેમજ બંનેના એક કોમન ફ્રેન્ડે પણ તેના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી હતી અને હવામાં ગોળીબાર કર્યો હતો અને અગાઉ સામ-સામે ફરિયાદ પર સમાધાન થયું હતું. હવે ઉમરા પોલીસે ફરિયાદ નોંધી છે કે વેપારીની ગર્લફ્રેન્ડ આંચલ સિંહે ઉદ્યોગપતિને બદનામ કરવાનું શરૂ કર્યું હતું તેથી વેપારીએ મોડેલ વિરૂદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:સુરત સ્ટેશન પર લોકોની પડાપડી, રેલ્વેનાં અણઘડ આયોજનથી મુસાફરો હેરાન
આ પણ વાંચો:સુરતમાં શિક્ષિકાના પતિએ બાળકની એકલતાનો લાભ લઈ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
આ પણ વાંચો:સુરતમાં મૃતકની પત્નીએ સરકાર પર ઠાલવી હૈયાવરાળ! ‘વાંધો સરકારમાં અને સિક્યોરિટીમાં છે’
