Surat News/ સુરતમાં મૃતકની પત્નીએ સરકાર પર ઠાલવી હૈયાવરાળ! ‘વાંધો સરકારમાં અને સિક્યોરિટીમાં છે’

શીતલબેને સી આર પાટીલ (C R Paatil) સામે રોષ ઠાલવતા કહ્યું કે કાશ્મીર ટુરિસ્ટ પ્લેસ છે પણ કોઈ પણ સુરક્ષા નથી, આર્મીનો બેઝ નથી. આર્મી ખુદ કહે છે કે તમે ઉપર

Top Stories Gujarat Surat

Surat News: 22 એપ્રિલનાં રોજ જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના પહેલગામ (Pahalgam)માં આતંકવાદી હુમલા (Terrorist Attack)માં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 3 ગુજરાતીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. સુરતના શૈલેશ કળથિયાના પત્ની શીતલબેને પતિ ગુમાવતા સરકાર પર રોષ ઠાલવ્યો હતો. તેમણે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સામે સુરક્ષા, ટેક્સ વસૂલવા પર સરકારની પોલ ખોલી નાખી હતી.

સામાન્ય માણસને વેઠવી પડતી હાલાકી પર શીતલબેને પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીર (Kashmir) સારૂં છે, પણ ત્યાં સુરક્ષા નથી. કોઈ સુવિધા નથી. સરકાર VIPને જેટલી સગવડ આપે છે તેટલી સામાન્ય લોકોને આપતી નથી. લોકો ટેક્સ (Tax) પે કરે છે પર હેલિકોપ્ટર, ગાડીઓની સુવિધા VIPને કેમ મળે છે?  અમે જ્યારે ઈજાગ્રસ્ત થયા, ગોળીબાર થયો ત્યારે આર્મીને કેટલીય બૂમો પાડી, પણ કોઈ આવ્યું નહીં. અમને નીચે આવવામાં કેટલી તકલીફ પડી તેની સરકારને પડી પણ નહીં હોય. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાગુ થઈ ગયું, જ્યાં જુઓ ત્યાં આર્મી (Army) જ આર્મી. આટલી બધી આર્મી હતી તો ઉપર કેમ નહીં?

શીતલબેને સી આર પાટીલ (C R Paatil) સામે રોષ ઠાલવતા કહ્યું કે કાશ્મીર ટુરિસ્ટ પ્લેસ છે પણ કોઈ પણ સુરક્ષા નથી, આર્મીનો બેઝ નથી. આર્મી ખુદ કહે છે કે તમે ઉપર ફરવા જ કેમ જાઓ છો? અમને બધાને હિંદુ અને મુસ્લિમો અલગ થઈ જાઓ અને પછી હિંદુઓને નિર્દયતાથી ગોળી મારી દે છે. મારા ઘરને આધારસ્તંભ છીનવાઈ ગયો, મને મારો આધારસ્તંભ પાછો આપો. અમારા સંતાને એન્જિનિયર, ડોક્ટર બનાવવા છે. હું કઈ રીતે બનાવીશ? જો અમારી સુરક્ષા નથી કરી શકતા તો ત્યાં જવાની મંજૂરી જ કેમ આપો છો? તમે અહીં જ રહો છો, તમે મારા પતિ માટે શું કરશો? આજ પછી કોઈ સરકારને કોઈ વોટ ન આપતા. મને ન્યાય જોઈએ છે, મારા પતિને આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને કેટલો પગાર આપ્યો છે?  અમે ક્યાંય પણ ફરવા જઈએ, ખરીદી કરવા જઈએ બધે જ ટેક્સ ચુકવવાનો.

આતંકવાદીઓ જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી હસતા હસતા રહ્યાં. અહીં અમારા બાળકો ઈન્ડિયન આર્મીને સલામી આપે છે. જો આર્મી જ આવું બોલશે તો બીજું કોણ બોલશે?  વાંધો આપણી સરકાર અને આર્મીમાં છે, અમે સરકાર પર ભરોસો રાખીને ફરવા ગયા હતા. જ્યારે સી. આર.પાટીલે જી, ચોક્કસ કહી આશ્વાસન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:પિતા-પુત્રની અંતિમયાત્રામાં ભાવનગરમાં ગમગીની ફેલાઈ