Breaking News: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક સૈનિક શહીદ થયો છે.
ગુપ્ત માહિતીના આધારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના બસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. બંને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આ એન્કાઉન્ટર ઉધમપુરના ડુડુમાં થઈ રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.
#OpBirliGali
Based on specific intelligence, a joint operation with @JmuKmrPolice was launched today in #Basantgarh, #Udhampur.
Contact was established and a fierce firefight ensued.One of our #Bravehearts sustained grievous injuries in the initial exchange and later succumbed… pic.twitter.com/eojsj5PPuU
— White Knight Corps (@Whiteknight_IA) April 24, 2025
તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો એન્કાઉન્ટર છે. આ પહેલા કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
