કોરોનાના ભય વચ્ચે, લોકોને હવે રસી ઉપર જ બધી આશાઓ છે. ઇન્ટરપોલે તેના 194 સભ્ય દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓને વૈશ્વિક ચેતવણી જાહેર કરી છે કે સંગઠિત ગુનાહિત તત્વો, શારીરિક અને ઓનલાઇન બંને રીતે કોવિડ -19 રસીઓને લક્ષ્યાંક બનાવી શકે છે. ઇન્ટરપોલ દ્વારા કોરોનાની નકલી જાહેરાતો અને વેચાણ અંગે દુનિયાને ચેતવણી આપવામાં આવી છે.
Development / બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી આપતું પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, લ…

ઈંટરપોલે નોટિસ ફટકારી છે કે, રસીના સર્જનની સાથે વિશ્વવ્યાપી ગુનાહિત તત્વો પણ સક્રિય થઈ શકે છે અને બનાવટી કોરોના રસીનું વેચાણ ફિઝિકલ લેવલ પર થઈ શકે છે. ઇન્ટરપોલ દ્વારા પોલીસ સંગઠનોને સપ્લાય ચેઇનની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે, અને કહ્યું છે કે નકલી ઉત્પાદનો વેચતી ગેરકાયદેસર વેબસાઇટની ઓળખ કરવી જરૂરી છે. ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગન સ્ટોકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગુનાહિત તત્વો નકલી વેબસાઇટ્સ અને ખોટી સારવાર અંગે પ્રચાર-પ્રસાર દ્વારા લોકોને લક્ષ્યાંક બનાવશે, જેના દ્વારા તેમના સ્વાસ્થ્યને અને તેમના જીવનને જોખમી પુરવાર થઈ શકે છે.
POLITICAL / ઉદ્ધવે યોગી સરકાર પર તાક્યું નિશાન, સામના’માં લખ્યું ક…

આ સિવાય આંતરરાષ્ટ્રીય સંગઠને નકલી ઉત્પાદનો વેચતી ગેરકાયદેસર વેબસાઇટ્સને ઓળખવાનું પણ કહ્યું છે. ઇન્ટરપોલના સેક્રેટરી-જનરલ જોર્જેન સ્ટોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુનાહિત ગેંગ લોકો નકલી વેબસાઇટ્સ અને નકલી સારવારના દાવાવાળા લોકોને નિશાન બનાવી શકે છે. આ લોકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનને જોખમી બનાવી શકે છે. સેક્રેટરી-જનરલે જણાવ્યું હતું કે, “કાયદેસર અમલીકરણ એજન્સીઓ શક્ય તેટલું તૈયાર થાય તે જરૂરી છે કે જેથી કોવિડ -19 રસી સંબંધિત તમામ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને કાબૂમાં કરી શકાય.” સેક્રેટરી જનરલે કહ્યું હતું કે, ઇન્ટરપોલે આ વૈશ્વિક ચેતવણી જારી કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
