Not Set/ આધાર નંબર શેર કર્યા વગર ક્યુઆર કોડથી હવે કરી શકો છો વેરીફીકેશન

આધાર વેરીફીકેશન માટે સરકાર હવે ઓફલાઈન પ્રોસીજરનાં ઉપયોગ પર ભાર મૂકી રહી છે. આના માટે ક્યુઆર કોડ અને પેપરલેસ જેવાં માધ્યમોને અપનાવવામાં આવશે. આ પ્રકિયામાં બાયોમેટ્રિક અને આધાર ઓથોરીટી યુઆઇડીએઆઈનાં સર્વરની જરૂર રહેશે નહી. આનાથી સુપ્રીમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન પણ નહી થાય. ઓફલાઈન કેવાયસી પ્રક્રિયામાં ઉપભોકતાએ આધાર નંબર આપવાની જરૂર રહેશે નહી. યુઝર ઈચ્છે તો […]

Top Stories India Trending

આધાર વેરીફીકેશન માટે સરકાર હવે ઓફલાઈન પ્રોસીજરનાં ઉપયોગ પર ભાર મૂકી રહી છે. આના માટે ક્યુઆર કોડ અને પેપરલેસ જેવાં માધ્યમોને અપનાવવામાં આવશે. આ પ્રકિયામાં બાયોમેટ્રિક અને આધાર ઓથોરીટી યુઆઇડીએઆઈનાં સર્વરની જરૂર રહેશે નહી. આનાથી સુપ્રીમ કોર્ટનાં આદેશનું ઉલ્લંઘન પણ નહી થાય.

ઓફલાઈન કેવાયસી પ્રક્રિયામાં ઉપભોકતાએ આધાર નંબર આપવાની જરૂર રહેશે નહી. યુઝર ઈચ્છે તો માત્ર નામ અને સરનામું આપીને પણ કામ ચલાવી શકે છે. આનાથી એમની પ્રાઈવસી જળવાઈ રહેશે અને ડેટા ચોરીની આશંકા પણ રહેશે નહી.

સર્વિસ પ્રોવાઇડર ફર્મ યુઆઇડીએઆઈની વેબસાઈટ પરથી રીડર ક્યુઆર કોડ ડાઉનલોડ કરી શકે છે. સ્કેનરની મદદથી પણ આધાર નંબર રીડ થઇ શકે છે. ક્યુઆર કોડ વેરીફીકેશનમાં ચીટીંગનો ખતરો રહેશે નહી.

આધાર નંબર મારફતે વેરીફીકેશનને લઈને ઘણાં સમયથી ફરિયાદ મળતી હતી કે આનાથી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. સુપ્રીમ કોર્ટે 26 સપ્ટેમ્બરે આદેશ જાહેર કર્યો હતો કે વેરીફીકેશન માટે પ્રાઇવેટ કંપનીઓ બાયોમેટ્રિક પ્રકીયાનો ઉપયોગ કરી શકશે નહી.