Patan News: પાટણ શહેરમાં નાગરિકોના જીવના જોખમને ધ્યાને લઈને ફાયરસેફ્ટી વિનાની 44 દુકાનોને નોટિસ પાઠવી છે. ફાયર સેફટી સર્ટિફીકેટ ન ધરાવતી ઈમારતોને નોટિસ આપ્યા છતાં આગામી દિવસોમાં ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ન ધરાવતી વાણિજ્ય વ્યવસાય કરતી બિલ્ડીંગની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરાશે.
થોડા સમય અગાઉ જ રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના થઈ હતી, જેમાં ઘણાં લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. રાજકોટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. તેમજ સુરક્ષાને ધ્યાનમાં લઈ દુકાનો, ઓફિસોને સીલ કરી હતી. ત્યારે પાટણમાં પણ વહીવટી તંત્રએ ફાયરસેફ્ટી વિનાની 44 જેટલી દુકાનોના માલિકને નોટિસ આપી હતી.
જેમાં મોટા ભાગનાં કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતું. તપાસ મુજબ ફાયર વિભાગે સખ્ત કાર્યવાહી કરવા એક્શનમાં આવી છે. માહિતી મુજબ આગામી દિવસોમાં વાણિજ્ય વ્યવસાય કરતી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ છતાં જો નોટિસ આપ્યા બાદ પણ કામગીરી નહીં કરે તો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરશે.
આ પણ વાંચો:રાજકોટ બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપક્યું પાણી, વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો:સુરત પોલીસ બની જીવન રક્ષક, આ રીતે બચાવી યુવકની જીંદગી
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે, અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો
