@દિવ્યેશ પરમાર
Surat News: સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં જૂના ટર્મિનલમાં પાણી ટપકતું જોવા મળી રહ્યું છે. આ ટપકી રહેલું પાણી ફ્લોર પર ન ફેલાય તે માટે ડોલો મૂકવામાં આવી છે.
સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ થતાની સાથે સુરતમાં અનેક ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને વિસ્તરણ પણ કરવામાં આવી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જૂના ટર્મિનલનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં છત પરથી નીચે પાણી ટપકી રહ્યું છે. આ પાણી ટપકી રહેલું હોવાથી ફ્લોર પરના ફેલાય તે માટે જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ડોલ મૂકવામાં આવી છે. અંદાજિત 2000 સ્કવેર ફૂટનો એરીયો બંધ કરવાની ફરજ પડી છે. 2000 સ્ક્વેર ફૂટના એરિયામાં બેરીકેટ લગાવી કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફેસીલીટીમાં વધારો થવો જોઈએ પરંતુ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના આ ટપકતા પાણીને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ફેસીલીટીમાં વધારાને બદલે એરપોર્ટનું રીનોવેશન કરે તો મોટી વાત છે કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અનેક મુસાફરો આવતા હોય છે ત્યારે આવી એરપોર્ટની પાણી ટપકથી દુર્દશા જોઈને સુરતની છબી બગડી રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જે લાલિયાવાળી ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો આ ટપકતું પાણી દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે, અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો