Delhi News: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો. આજે સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે સંસદમાં સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે. વિદેશમંત્રી ડૉ એસ જયશંકરે વિવિધ રાજકીય પક્ષોના સભ્યોને બાંગ્લાદેશની સ્થિતિ અંગે માહિતગાર કરતા સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. બાંગ્લાદેશ છોડી શેખ હસીના ભારત આવ્યા હતા અને ગઈકાલે સાંજે દિલ્હીથી 30 કિમી દૂર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડન એરફોર્સ બેઝ પર ઉતરાણ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમનું સ્વાગત કર્યું. હસીના યુકેમાં આશ્રય માંગી રહ્યા છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે શેખ હસીના લંડન રહેશે કે ભારતમાં મુકામ કરશે. ભૂતકાળમાં ઇન્દિરાગાંધીના સમયમાં શેખ હસીના 6 મહિના ભારતમાં રોકાયા હતા.
#WATCH | Delhi: All-party meeting underway in the Parliament on the issue of Bangladesh. EAM Dr S Jaishankar briefs the members of different political parties. pic.twitter.com/4Cl1rFRkyG
— ANI (@ANI) August 6, 2024
સોમવારે 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું હતું. બાંગ્લાદેશમાં ચાલત અનામત વિરોધી પ્રદર્શને હિંસક સ્વરૂપ લેતા વડાપ્રધાન શેખ હસીનાને તાત્કાલિક દેશ છોડવાની ફરજ પડી હતી. હાલમાં શેખ હસીના ભારતના શરણમાં છે. શેખ હસીના બાદ બાંગ્લાદેશમાં સેનાએ સત્તામાં હાથ લીધી. બાંગ્લાદેશની અરાજકતાની સ્થિતિની ભારત પર અસર થવાની સંભાવના છે. આ બાબતને ધ્યાનમાં રાખી હાલમાં સરહદ પર સુરક્ષામાં વધારો કરતા સેના અને બીએસએફ જવાનો એલર્ટ કરાયા છે.
જણાવી દઈએ કે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ વિશ્વની પાંચમી લાંબી જમીન સરહદ છે. બાંગ્લાદેશના રોંહિગ્યા મુસ્લિમો ભારતમાં ઘુસણખોરી કરી શકે છે. તેમજ આગામી સમયમાં ભારત પર બાંગ્લાદેશના સત્તા પરિવર્તનની કેવી અસર થશે તેને લઈને સંસદમાં આજે સર્વપક્ષીયદળની બેઠક બોલાવવામાં આવી. વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ સ્થિતિ અને સંભવિત સ્થિતિને લઈને વિપક્ષ સહિત અન્ય પક્ષોને માહિતગાર કર્યા.
મહત્વનું છે કે ગઈકાલે સોમવારે 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશ અને ભારત માટે મહત્વનો રહ્યો. ભારતના શેરબજારમાં 4 વર્ષનો સૌથી મોટો કડાકો થયો હતો. તેમજ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ હિંસક આંદોલનકારીઓના કારણે દેશ છોડવાની ફરજ પડી હતી. હાલમાં તેઓ ભારતના શરણે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશની સ્થિતિ જોઈ સાંસદોને થઈ ચિંતા, ભારતના હિતોની રક્ષા થવી જોઈએ
આ પણ વાંચો: કોચિંગ સેન્ટરો અંગે સુપ્રીમ કોર્ટનું કડક વલણ – કોચિંગ સેન્ટરો બની ગયા છે મોતની ઓરડી
આ પણ વાંચો:પ્રતિબંધનાં કારણે ઘર પર ગર્ભપાત કરવા મજબૂર થઈ અમેરિકન મહિલાઓ, સર્વેમાં સામે આવ્યું…
