Ahmedabad News: અમદાવાદમાં ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબતા ચકચાર મચી ગઈ છે. આ બાળકો દસથી બાર વર્ષના હતા. અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકો 10 વર્ષના અને એક બાળક 12 વર્ષનું હતું. બાળકો કઈ રીતે ચંડોળા તળાવમાં ડૂબ્યા તે પણ મોટો પ્રશ્ન છે.
અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવા રિડેવલપમેન્ટની કામગીરી મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. તળાવના નવિનીકરણ માટે સંપૂર્ણ તળાવ ખાલી કરી દેવાયું હતું અને ખોદવામાં આવ્યું છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા છૂટા છવાયા વરસાદના કારણે તળાવમાં ખોદવામાં આવેલા ખાડામા પાણી ભરાયા હતા.
ચંડોળા તળાવ નજીક દેવીપૂજકવાસ આવેલું છે. જ્યાં રહેતા ત્રણ બાળકો જિજ્ઞેશ દત્તાણી,આનંદ દંત્તાણી અને મેહુલ દેવીપુજક સોમવારે બપોરના સમયે તળાવ પાસે રમવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી આ ત્રણેય બાળકો ઘરે આવ્યા નહતા. જેથી દેવીપૂજકવાસમાં રહેતા લોકો અને પરિવારજનો દ્વારા ત્રણેય બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
અનેક સ્થળે શોધખોળ કરતા બાળકો ન મળતા છેવટે તળાવ પાસે શોધખોળ શરૂ કરાઈ હતી. તળાવ પાસે તપાસ કરતા એક 8થી 10 ફૂટ જેટલા ખોદેલા ખાડામાં ત્રણેય બાળકો મળી આવ્યા હતા. તળાવમાં ડૂબેલી હાલતમાં મળેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે તબીબો દ્વારા બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા
ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી. ફાયરની ટીમ ચંડોળા તળાવ પર પહોંચે તે પહેલા સ્થાનિકોએ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારે બીજી તરફ આ બાળકો ક્યાંના હતા તેની હજું સુધી કોઈ ઓળખ થઈ નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. આ બાળકો તળાવ સુધી કઈ રીતે આવી ગયા અને ક્યારે ડૂબી ગયા તેની કોઈને કશી ખબર નથી.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે
